Homeગુજરાતીગુજરાતડભોઈમાં પૂર ઝડપે ઈકોકાર તળાવમાં ખાબકી, સ્થાનિક લોકોને ચાલકનો જીવ બચાવ્યો

ડભોઈમાં પૂર ઝડપે ઈકોકાર તળાવમાં ખાબકી, સ્થાનિક લોકોને ચાલકનો જીવ બચાવ્યો

વડોદરા, 22 જુન, 2026 : Ecocar plunges into lake at full speed જિલ્લાના ડભોઇમાં સહયોગ શાકમાર્કેટ પાસે તળાવ રોડ પર પૂરપાટ ઝડપે ઈકોકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ઈકોકાર તળાવમાં ખાબકી હતી. જોકે, સ્થાનિકોની સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

આ બનાવની વિગત એવીછે કે, શિનોર તાલુકાના બીથલી ગામના નિલેશભાઈ પાટણવાડિયા પોતાની ઈકો કાર લઈને ડભોઇના સહયોગ શાકમાર્કેટ ખાતે શાકભાજી લેવા આવ્યા હતા. કાર ચલાવતી વખતે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી તળાવમાં ધસી ગઈ હતી અને પાણીમાં ખાબકી હતી. ઘટના બનતા જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ઝડપથી બચાવ કામગીરી હાથ ધરી હતી અને કાર ચાલક નિલેશભાઈને હેમખેમ બહાર કાઢ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સહયોગ શાકમાર્કેટ પાસે આવેલા આ તળાવ ફરતે પૂરતી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે. ખાસ કરીને ફૂટપાથ નજીક તળાવની આસપાસ રેલિંગ ન હોવાથી વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. અગાઉ પણ અહીં અકસ્માતની સંભાવનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. તેમણે સહયોગ શાકમાર્કેટ પાસેના તળાવ ફરતે તાત્કાલિક રેલિંગ લગાવવામાં આવે અને સુરક્ષાના જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

સંબંધિત લેખો

Most Popular