1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નારોલ-અસલાલી હાઈવે પર ઊભેલા પાર્સલ વાહન પાછળ બાઈક અથડાતા એકનું મોત
નારોલ-અસલાલી હાઈવે પર ઊભેલા પાર્સલ વાહન પાછળ બાઈક અથડાતા એકનું મોત

નારોલ-અસલાલી હાઈવે પર ઊભેલા પાર્સલ વાહન પાછળ બાઈક અથડાતા એકનું મોત

0
Social Share

અમદાવાદ, 22 જુન, 2026 : One killed after bike hits parked parcel vehicle શહેરના નારોલ-અસલાલી હાઇવે પર જીઈબી (GEB) નજીક રોડ સાઇડમાં ઊભેલી ડાક પાર્સલના વાહનની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલું બાઈક ધડાકાભેર અથડાતા બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, નારોલ-અસલાલી હાઈવે પર જીઈબી નજીક રોડ સાઈટમાં ઊભેલા ડાક પાર્સલ વાહનની પાછળ ત્રિપલ સવારી બાઈક ધડાકા સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એક વ્યક્તિએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. લોહીલુહાણ હાલતમાં રહેલા અન્ય બે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાસ્થળની પરિસ્થિતિ અને પ્રાથમિક તપાસને આધારે એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાઈકપર સવાર ત્રણેય વ્યક્તિઓ દારૂના નશામાં ધૂત હતા. અતિશય નશામાં હોવાના કારણે ચાલકે મોપેડ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું અનુમાન છે. હાલ આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code