1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના પાંડેસરા વિસ્તારમાં રોડ પર પડેલા ભૂવામાં સિટી બસ ખાબકતા 7 પ્રવાસી ઘવાયા
સુરતના પાંડેસરા વિસ્તારમાં રોડ પર પડેલા ભૂવામાં સિટી બસ ખાબકતા 7 પ્રવાસી ઘવાયા

સુરતના પાંડેસરા વિસ્તારમાં રોડ પર પડેલા ભૂવામાં સિટી બસ ખાબકતા 7 પ્રવાસી ઘવાયા

0
Social Share

સુરત, 22 જુન, 2026 City bus falls into mud on road શહેરમાં સામાન્ય વરસાદમાં રોડ પર ભૂવા પડવાનો સિલસિલો ચાલુ થયો છે. ત્યારે શહેરના પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં રસ્તાની વચ્ચોવચ્ચ પડેલા મસમોટા ભુવામાં સિટી બસ ખાબકતાં સાત મુસાફરો ઘાયલ થયા હતા. વરસાદી પાણીના કારણે ભુવો નજરે ન પડતાં આ અકસ્માત સર્જાયો હતો.

સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં લાખો રૂપિયાનાં ખર્ચે બનતા રસ્તાઓની ગુણવત્તા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. શહેરના પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં રસ્તાની વચ્ચોવચ્ચ પડેલા મસમોટા ભુવામાં સિટી બસ ખાબકતાં સાત મુસાફરો ઘાયલ થયા હતા. વરસાદી પાણીના કારણે ભુવો નજરે ન પડતાં આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે જાનહાનિ ટળી હોવા છતાં ઘટનાએ રસ્તા નિર્માણની ગુણવત્તા, દેખરેખ અને જવાબદારી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

મ્યુનિના ઉધના ઝોનમાં આવેલા ગણેશનગર વિસ્તારમાંથી પસાર થતી મુસાફરોથી ભરેલી સિટી બસ રસ્તાની વચ્ચોવચ્ચ પડેલા મસમોટા ભુવામાં ખાબકી હતી. અકસ્માત એટલો અચાનક હતો કે બસનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત બન્યો હતો અને વિન્ડશિલ્ડનો હિસ્સો પણ તૂટી ગયો હતો. ઘટનામાં બસમાં સવાર સાત મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  સ્થાનિકોના જણાવ્યા મુજબ સવારે પડેલા વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. પરિણામે રસ્તામાં પડેલો ભુવો બસના ચાલકને નજરે પડ્યો નહોતો અને બસ સીધી તેમાં ખાબકી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ જો બસની ગતિ વધુ હોત તો ઘટના વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકતી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code