1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર મીની બસ પલટી જતા એકનું મોત, 15ને ઈજા
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર મીની બસ પલટી જતા એકનું મોત, 15ને ઈજા

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર મીની બસ પલટી જતા એકનું મોત, 15ને ઈજા

0
Social Share

અમદાવાદ, 22 જુન, 2026 : One killed as mini bus overturns ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ખાનગી મીની બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈને રોડ સાઈડના ખાડામાં ગબડી પડી હતી. આ અકસ્માતમાં મીની બસમાં પ્રવાસ કરી રહેલા એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે મોડી સાંજે અકસ્માતની ઘટના બની હતી. ભાવનગર પરત જઈ રહેલી મીની બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતી બસ પલટી ગઈ હતી. બસમાં અકસ્માત સમયે 25 જેટલા મુસાફરો સવાર હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોળકા CHC ખાસે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કરિયાણા ગામ નજીક એક ખાનગી મીની બસનો અકસ્માત સર્જાયો હતો. બસમાં પરિવાર અમદાવાદ ખાતે પારિવારિક પ્રસંગ પૂર્ણ કરીને ભાવનગર પરત ફરી રહ્યો હતો. દરમિયાન બસના ડ્રાઈવેર કાબુ ગુમાવતા તે પલટી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માતની ઘટનામાં એક મુસાફરનું મોત થયું છે, જ્યારે 3થી 4 જેટલા મુસાફરોને ગંભીર ઈજા તથા અન્ય મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધોળકા CHC ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ તથા ઇમરજન્સી સેવાઓ દ્વારા જરૂરી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code