1. Home
  2. Tag "Gujarati Sama char"

ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં લાંચ લેતા 50 અધિકારીઓ પકડાયા

અમદાવાદ, 15 જુન, 2026 : 50 officials caught taking bribe in last 6 months રાજ્યમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. અરજદારો જાગૃત બનીને ફરિયાદ કરે તો જ લાંચિયા અધિકારીઓ પકડાતા હોય છે. છેલ્લા 6 મહિનામાં 50 જેટલા અધિકારીઓ લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. લાંચ માગવાના કેસમાં ગૃહ વિભાગ પ્રથમ સ્થાને છે. જ્યારે બીજા નંબરે […]

ધોળકાના કોંઠ ગામમાં મોડી રાત્રે લૂંટારૂઓએ ત્રાટક્યા, દંપત્તીને બંધક બનાવી લૂંટી લીધા

અમદાવાદ, 15 જુન, 2026 : Robbers robbed a couple  જિલ્લાના ધોળકા તાલુકાના કોંઠ ગામે ગત મોડી રાત્રે મંકી ટોપી પહેરીને આવેલા 4 હથિયારધારી લૂંટારૂ શખસોએ એક ઘરમાં ઘૂસીને દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો. લૂંટારૂઓએ  દંપતીને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2,10,500ની મત્તા લૂંટીને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં […]

શિક્ષકોની કામગીરી સામે બફાટ કર્યા બાદ મંત્રી રમેશ કટારાએ માફી માગી

ગાંધીનગર, 15 જુન, 2026 : Minister Ramesh Katara apologizes રાજ્યના કૃષિ વિભાગના રાજ્યમંત્રી રમેશ કટારાએ તાજેતરમાં ગોધરા ખાતે યોજાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ ના મંચ પરથી શિક્ષકોની માનસિકતા અને કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવીને બફાટ કર્યો હતો. કૃષિ રાજ્યમંત્રીના નિવેદન સામે શિક્ષક સંઘોએ આક્રોશ વ્યક્ત કરીને વિરોધ કર્યો હતો. વિરોધ વધતા મંત્રી રમેશ કટારાએ  જાહેરમાં […]

ઈડરના સપ્તેશ્વર નજીક સાબરમતી નદીમાં નહાવા પડેલા કિશોરનું ડૂબી જતા મોત

ઈડર, 15 જુન, 2026 : Teenager dies after drowning in Sabarmati river  સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક પસાર થતી સાબરમતી નદીમાં નહાવા પડેલા એક કિશોરનું ઊંડા પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને યાત્રાધામ સપ્તેશ્વર ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવની વિગત […]

ભૂજના એરપોર્ટનું કરોડો રૂપિયાના ખર્ચે નવિનીકરણનું કામ જુલાઈમાં પૂર્ણ કરી દેવાશે

ભૂજ, 15 જુન, 2026 : Renovation work of Bhuj airport  શહેરના એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે એરપોર્ટનું રૂપિયા 10 કરોડના ખર્ચે નવીનીકરણ અને આધુનિકીકરણનું કાર્ય ચાલી રહ્યું છે. એપ્રિલ 2024થી શરૂ થયેલો આ પ્રોજેક્ટ 31 જુલાઈ 2026 સુધીમાં પૂર્ણ થશે તેમ એરપોર્ટ ડાયરેક્ટર નવીનકુમાર સાગરે જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટ […]

કાંકરેજના કંબોઈ ચાર રસ્તા પર ડમ્પરોના ત્રાસથી સર્જાતી ટ્રાફિકની સમસ્યા

પાલનપુર, 15 જુન, 2026 : Traffic problem caused by dumpers બનાસકાંઠાના  કાંકરેજ તાલુકાના કંબોઇ ચાર રસ્તા પર રેતી ભરીને આવતા અને જતા ડમ્પરોને કારણે ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ગઈ છે. કસલપુરા-દુદાસણની બનાસ નદીમાંથી રેતી ભરીને આવતા ડમ્પરોને કારણે નાના વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે,  ડમ્પરો ચારરસ્તા પર આડેધડ પાર્ક કરી […]

ગાંધીનગરના વલાદમાં એક મહિનાથી ઉભરાતી ગટરને લીધે રોગચાળાનો ભય

ગાંધીનગર, 15 જુન, 2026 : Fear of epidemic due to overflowing sewer જિલ્લાના વલાદ ગામમાં જૈન દેરાસર નજીક છેલ્લા એક મહિનાથી ગટરનું ગંદુ પાણી સતત ઉભરાઈ રહ્યું છે. આ અંગે અનેકવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાંયે કોઈ પગલાં લેવાયા નથી. આથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના વલાદ ગામમાં છેલ્લા એક […]

સિહોરના ઐતિહાસિક બ્રહ્મકૂંડમાં અધિકમાસ નિમિત્તે દીપમાળાનું આયોજન કરાયું

ભાવનગર, 15 જુન, 2026 : A lamp procession was organized at Brahmakund જિલ્લાના સિહોર ખાતે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા બ્રહ્મકુંડમાં અધિક માસની અમાસની સંધ્યાએ ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વકલ્યાણની ભાવના સાથે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને બ્રહ્મકુંડ ખાતે બિરાજમાન દેવી-દેવતાઓ સમક્ષ દીપ પ્રજ્વલિત કરી વિશેષ પ્રાર્થના અર્પણ […]

રાજકોટમાં ચોમાસા દરમિયાન સંભવિત રોગચાળા સામે આગોતરૂ આયોજન કરાયું

રાજકોટ, 15 જુન, 2026 :  Advance planning carried out against possible epidemics during monsoon ગુજરાતમાં આજે 15મી જુનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. પણ હજુ મેઘરાજાની પધરામણી થઈ નથી. ત્યારે રાજકોટમાં વરસાદને લીધે થતાં સંભવિત રોગચાળા સામે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આગોતરૂ આયોજન કર્યું છે. મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના […]

વાઘોડિયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપત્તીનું મોત

વડોદરા, 15 જુન, 2026 : Biker couple dies after being hit by dumper  જિલ્લાના વાઘોડિયા તાલુકાના દખેડા ગામ નજીક રોડ પર બેફામ ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપત્તીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બાઈકસવાર દંપત્તી દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code