1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિહોરના ઐતિહાસિક બ્રહ્મકૂંડમાં અધિકમાસ નિમિત્તે દીપમાળાનું આયોજન કરાયું
સિહોરના ઐતિહાસિક બ્રહ્મકૂંડમાં અધિકમાસ નિમિત્તે દીપમાળાનું આયોજન કરાયું

સિહોરના ઐતિહાસિક બ્રહ્મકૂંડમાં અધિકમાસ નિમિત્તે દીપમાળાનું આયોજન કરાયું

0
Social Share

ભાવનગર, 15 જુન, 2026 : A lamp procession was organized at Brahmakund જિલ્લાના સિહોર ખાતે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા બ્રહ્મકુંડમાં અધિક માસની અમાસની સંધ્યાએ ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વકલ્યાણની ભાવના સાથે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને બ્રહ્મકુંડ ખાતે બિરાજમાન દેવી-દેવતાઓ સમક્ષ દીપ પ્રજ્વલિત કરી વિશેષ પ્રાર્થના અર્પણ કરાઈ હતી.

સિહોરમાં ઐતિહાસિક બ્રહ્મકૂંડનું ધાર્મિકરીતે વિશેષ મહત્વ છે. ત્યારે અધિક માસની અમાસની સંધ્યાએ બ્રહ્મકૂંડમાં દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવડાના પ્રકાશથી બ્રહ્મકૂંડ દીપી ઊઠ્યો હતો. આ પ્રસંગે વિશ્વકલ્યાણની ભાવના સાથે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને બ્રહ્મકુંડ ખાતે બિરાજમાન દેવી-દેવતાઓ સમક્ષ દીપ પ્રજ્વલિત કરી વિશેષ પ્રાર્થના અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમનું આયોજન ‘હું નહીં, આપણે’ના સૂત્ર સાથે સેવાકીય અને પરમાર્થના કાર્યોમાં સક્રિય અમાસ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ દીપમાળા કાર્યક્રમમાં અનિલ મહેતા, ભરતભાઈ મહેતા, સુરેશભાઈ વધેલા, મોણકાભાઈ, દિગુભા રાણા, રાજેશભાઈ ત્રિવેદી, વિજયભાઈ જગડ, દિનેશભાઈ કણજરીયા અને પરેશભાઈ સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અનેક મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈ ધાર્મિક વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. ઉપસ્થિત સૌ ભક્તોએ અધિક માસની પવિત્ર અમાસ નિમિત્તે દીપમાળા દ્વારા વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના માટે પ્રાર્થના કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code