Homeગુજરાતીગુજરાતકોરોનાને કારણે રોજગારીનું સંકટ ઉભુ થયુ, દેશમાં ઉત્પાદન ક્ષેત્રની નોકરીમાં 50 ટકાનો...

કોરોનાને કારણે રોજગારીનું સંકટ ઉભુ થયુ, દેશમાં ઉત્પાદન ક્ષેત્રની નોકરીમાં 50 ટકાનો ઘટાડો

  • કોરોનાથી રોજગારીને સંકટ
  • ઉત્પાદન ક્ષેત્રની 50 ટકા નોકરીમાં ઘટાડો
  • બેરોજગાર થયેલા લોકોમાં વધી ચીંતા

દિલ્લી: કોરોનાવાયરસના કારણે સરકારને જે રીતે વેપાર-ધંધા બંધ કરવાની ફરજ પડી હતી તેના કારણે મોટી સંખ્યામાં લોકોની રોજગારી પર અસર પડશે તે વાત તો નક્કી જેવી જ હતી. હવે હાલ કોરોનાવાયરસના સંક્રમણના કારણે દેશમાં ઉત્પાદન ક્ષેત્રની નોકરીમાં 50 ટકાનો ઘટાડો થયો છે.

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરના કારણે આથક મોરચે પણ મોટો ફટકો પડી રહ્યો છે. રાજ્યોમાં અલગ અલગ સ્તરનું લોકડાઉન લગાવાયુ છે અને તેના કારણે નોકરીઓ પણ ઘટી રહી છે.

તે વાતમાં કોઈ શંકા નથી કે દેશમાં સૌથી વધારે નોકરીઓનું સર્જન એ ઉત્પાદન ક્ષેત્રમાં થાય છે. સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ પણ ચલાવવામાં આવી રહ્ય છે તો પણ આ સેક્ટરની નોકરીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરની નોકરીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આંકડા પ્રમાણે કેમિકલ ઈન્ડસ્ટ્રીને છોડીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના તમામ સબ સેક્ટરમાં રોજગારીમાં ઘટાડો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો દેશના જીડીપીમાં 17 ટકા જેટલો ફાળો છે. દેશ માટે આ સારી નિશાની નથી અને દેશ પર બેકારીનુ સંકટ તોળાઈ રહ્યુ હોવાનો ઈશારો છે.

સંબંધિત લેખો

Most Popular