રાજરાજા ચોલ અને રાજેન્દ્ર ચોલનો વારસો ભારતની ઓળખ અને ગૌરવનો પર્યાય છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાજરાજા ચોલ અને રાજેન્દ્ર ચોલનો વારસો ભારતની ઓળખ અને ગૌરવનો પર્યાય છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની પ્રવૃત્તિઓ એક પવિત્ર પ્રયાસ સમાન છે અને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નું પ્રતીક છે. પ્રધાનમંત્રી આજે તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત આદિ તિરુવતિરાય ઉત્સવના સમાપન સમારોહમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ ભારતના મહાન સમ્રાટોમાંના એક રાજેન્દ્ર ચોલા ના માનમાં એક સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો. મોદીએ જાહેરાત કરી કે નજીકના ભવિષ્યમાં તમિલનાડુમાં રાજરાજા ચોલ અને તેમના પુત્ર, પ્રખ્યાત શાસક રાજેન્દ્ર ચોલ પ્રથમની ભવ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ પ્રતિમાઓ ભારતની ઐતિહાસિક ચેતનાના આધુનિક સ્તંભ તરીકે સેવા આપશે
આ પહેલા, મોદીનું ત્રિચી અને ગંગાઈકોંડા ચોલાપુરમમાં રોડ શો દરમિયાન તમિલનાડુના લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે વિશ્વ વિખ્યાત ગંગઈકોંડા ચોલાપુરમ મંદિરમાં ખાસ દર્શન કર્યા હતા અને ભગવાન શિવની પૂજા કરી હતી.
tags:
AajnaSamachar Breaking News Gujarati Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Identity of India Latest News Gujarati Legacy of Rajendra Chola local news Local Samachar LokpriyaSamachar Major NEWS MotaBanav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Prime Minister Narendra Modi Rajaraja Chola Samachar Article Samachar Blog Samachar Live SamacharSamachar Synonym of Pride TajaSamachar viral news


