Homerevoinewsહિન્દુઓએ કદી મુસ્લિમોને ધિક્કાર્યા નહોતાઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રીનું નિવેદન, જુઓ વીડિયો

હિન્દુઓએ કદી મુસ્લિમોને ધિક્કાર્યા નહોતાઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રીનું નિવેદન, જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 13 જૂન 2026હિન્દુઓએ કદી મુસ્લિમોને ધિક્કાર્યા નહોતા તેમ પાકિસ્તાનમાં સૌથી સન્માનનીય વ્યક્તિઓ પૈકી એક સૈયદ બાબર અલીનું કહેવું છે.

આગામી 30 જૂને તેમનો 100મો જન્મદિવસ ઉજવનાર સૈયદ બાબર અલી પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રી, ઉદ્યોગપતિ અને લાહોરની પ્રતિષ્ઠિત લાહોર યુનિવર્સિટી ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝના સ્થાપક છે.

પાકિસ્તાનના શૈક્ષણિક અને ઉદ્યોગ જગતમાં ખૂબ માન ધરાવનાર સૈયદ બાબર અલીએ થોડા સમય પહેલાં ત્યાંના સમા ટીવીને એક ઈન્ટર્વ્યુ આપ્યો હતો. બાબર અલી વિભાજન પહેલાના ભારતમાં જન્મેલા હોવાથી ઈન્ટર્વ્યુ લેનારે સ્વાભાવિક રીતે તેમને ભારત વિશે અને હિન્દુઓ વિશે પ્રશ્ન કર્યો હતો.

આ વીડિયો પાકિસ્તાન અનટોલ્ડ નામે સોશિયલ મીડિયા X ઉપર (@pakistan_untold ) દ્વારા શૅર કરવામાં આવેલો છે. આ એક્સ હેન્ડલ પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થતા અત્યાચાર બાબતે નિયમિત અપડેટ આપે છે.

આ પણ વાંચોઃ ભારત અને બાંગ્લાદેશે સરહદ પર શાંતિ, સ્થિરતા અને સુમેળ જાળવવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

હિન્દુઓ અંગેના પ્રશ્નના જવાબમાં સૈયદ બાબર અલી એવું કહેતા સાંભળી શકાય છે કે, વાસ્તવમાં તે સમયે હિન્દુઓ કદી મુસ્લિમો પ્રત્યે ધિક્કાર રાખતા નહોતા. તેઓ કહે છે કે, મારા હિન્દુ મિત્રના માતાએ જ વાસ્તવમાં મને ઉછેર્યો હતો. તેમણે મને એક પ્રકારે દત્તક લીધો હતો.

આગળ તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, હકીકતે હિન્દુઓ પ્રત્યે ધિક્કારની લાગણી આપણા લોકોએ જ (અર્થાત પાકિસ્તાની મુસ્લિમોએ) ઉશ્કેરી છે. તેમણે જણાવ્યું કે, મુસ્લિમોએ જ અહીંના હિન્દુઓ પ્રત્યે, ભારત પ્રત્યે અફવાઓ અને જૂઠાણા ફેલાવ્યા હતા જેને કારણે ભારતનું વિભાજન થયું હતું.

જુઓ વીડિયોઃ

સંબંધિત લેખો

Most Popular