HomeગુજરાતીPoKમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં 90 વ્યક્તિના મોત, પાકિસ્તાનોનો દુનિયા સમક્ષ આવ્યો અસલી ચહેરો

PoKમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં 90 વ્યક્તિના મોત, પાકિસ્તાનોનો દુનિયા સમક્ષ આવ્યો અસલી ચહેરો

ઈસ્લામાબાદ, 5 ઓગસ્ટ 2026: પાકિસ્તાન અધિકૃત કશ્મીર (પીઓકે) માં પરિસ્થિતિ દિવસેને દિવસે અત્યંત ગંભીર અને વિસ્ફોટક બનતી જઈ રહી છે. ત્યાંના સામાન્ય નાગરિકો પર પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા આચરવામાં આવતી ક્રૂરતાની હદ વટાઈ ચૂકી છે. આ ગંભીર મુદ્દાને લઈને ભારતે આકરુ વલણ અપનાવ્યું છે. ભારતે પીઓકેમાં નાગરિકો પર સતત થઈ રહેલી બર્બર કાર્યવાહીને લઈને પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી છે અને દુનિયા સમક્ષ પાકિસ્તાનનું અસલી ચહેરો ઉજાગર કર્યો છે.

નવી દિલ્હી ખાતે યોજાયેલી નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનની નીતિઓની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષના જૂન મહિનાથી અત્યાર સુધીમાં પાકિસ્તાની સુરક્ષા દળોની હિંસા અને સતામણીને કારણે ઓછામાં ઓછા 90 સામાન્ય લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. પ્રવક્તા જયસ્વાલે ઉમેર્યું હતું પાકિસ્તાની શાસન સ્થાનિક નાગરિકોના રોષ અને અવાજને કચડી નાખવા માટે ગોળીબાર, બ્લેકઆઉટ, ડરાવવા-ધમકાવવા અને ભારે દમનનો સહારો લઈ રહ્યું છે. લોકોના અવાજને દબાવ્યા બાદ હવે પાકિસ્તાન ત્યાં એક બનાવટી ચૂંટણી પ્રક્રિયાના માધ્યમથી પોતાની વાત મનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે.

  • PoKમાં થયેલી સ્થાનિક ચૂંટણીઓ સંપૂર્ણપણે “મજાક”: વિદેશ મંત્રાલય

પ્રવક્તાએ પીઓકેમાં તાજેતરમાં યોજાયેલા કહેવાતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર તીખી પ્રતિક્રિયા આપતા તેને “સંપૂર્ણ મજાક” અને એક દેખાડો ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ પ્રકારની ચૂંટણીઓ ત્યાંની જમીની હકીકત અને વાસ્તવિકતાને ક્યારેય છુપાવી શકતી નથી. જમીની હકીકત એ છે કે પાકિસ્તાની સેના ખુલ્લેઆમ લોકોના વિરોધને કચડી રહી છે અને નિર્દોષ લોકોની કુરતાથી હત્યા કરી રહી છે. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે, તેઓ આ તમામ નિર્દોષ હત્યાઓ માટે સીધી રીતે ઇસ્લામાબાદને જવાબદાર ઠેરવે અને માનવાધિકારના મુદ્દે પાકિસ્તાનના પાખંડી અને દંભી ઉપદેશોના ખોખલાપણાને ઓળખે.

પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં ચાલી રહેલા આ અત્યાચારો સામે ‘જોઇન્ટ અવામી અંક્શન કમિટી’ (JAAC) વિરોધ-પ્રદર્શનોની આગેવાની કરી રહી છે. પાકિસ્તાન સરકાર આ પ્રદર્શનોને દબાવવા માટે તમામ હદો પાર કરી રહી છે. ગત મહિનાના અંતમાં રાવલકોટથી મુઝફ્ફરાબાદ સુધી કાઢવામાં આવેલી JAAC ની રેલી દરમિયાન પાકિસ્તાની સુરક્ષા દળોએ ઘાતક બળનો ઉપયોગ કર્યો હતો, જેમાં અંદાજે 40 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે અને ૩૩થી વધુ પ્રદર્શનોકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હિંસા અને ગેરકાયદેસર હત્યાઓની ત્વરિત અને સ્વતંત્ર તપાસ માટે JAAC દ્વારા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ તથા અન્ય વૈશ્વિક માનવાધિકાર સંસ્થાઓને સત્તાવાર અપીલ કરવામાં આવી છે.

  • વૈશ્વિક સંસ્થાઓ અને પત્રકારત્વ પર પ્રતિબંધો સામે રોષ

આ મામલે એમનેસ્ટી ઇન્ટરનેશનલ અને ‘કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટસ (CPJ એશિયા) સહિત અનેક માનવાધિકાર અને પ્રેસ ફ્રીડમ સંગઠનોએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પીઓકેમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની આસપાસ સરકારી હિંસા, મીડિયા પરના અંકુશો, પત્રકારોના અપહરણ તથા ઇન્ટરનેટ અને કોમ્યુનિકેશન શटડાઉન સામે વૈશ્વિક સ્તરે અવાજ ઉઠી રહ્યો છે. ભારતે પણ આંતરરાષ્ટ્રીય મંચ પરથી સ્પષ્ટ સંદેશ આપ્યો છે कि પાકિસ્તાન સરકારે સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ અને PoKમાં માનવાધિકારોનું ઉલ્લંઘન અટકાવવું જોઈએ.

સંબંધિત લેખો

Most Popular