Homeગુજરાતીગુજરાતઈલાબેનની સૂત્રાત્મક લેખન શૈલી વાચકોને પ્રેરિત કરશેઃ ઉષાબેન ઉપાધ્યાય

ઈલાબેનની સૂત્રાત્મક લેખન શૈલી વાચકોને પ્રેરિત કરશેઃ ઉષાબેન ઉપાધ્યાય

  • મહિલાનો તેની કોઈ ચોક્કસ ભૂમિકા તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે સ્વીકાર થવો જોઈએ

[અલકેશ પટેલ] 23 ઓગસ્ટ, 2026: ઈલાબેનની સૂત્રાત્મક લેખન શૈલી વાચકોને પ્રેરિત કરશે, તેમ સુપ્રસિદ્ધ કવયિત્રી અને લેખિકા ઉષાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું. શહેરની અગ્રણી પત્રકારત્વ સંસ્થા એનઆઈએમસીજેના ડેપ્યુટી ડિરેક્ટર (એડમિન) ઈલાબેન ગોહેલના પ્રથમ પુસ્તક નારીઃ લાગણીઓના અનંત રંગોનું વિમોચન કરતાં ઉષાબેન ઉપાધ્યાયે કહ્યું કે, પશ્ચિમના દેશો આજે જે નારીમુક્તિની વાત કરી રહ્યું છે એ તો આપણે હજારો વર્ષ પહેલાં હાંસલ કરી લીધી હતી.

Elaben's formulaic writing style will inspire readers: Ushaben Upadhyay.  ફોટોઃ અલકેશ પટેલ

ઈલાબેનના પુસ્તકની મુક્તપણે પ્રશંસા કરતા ઉષાબેને આશા વ્યક્ત કરી હતી કે આ પુસ્તક મહિલાઓને પ્રેરિત કરશે, પુરુષોને પણ પ્રેરિત કરશે.

22 ઓગસ્ટને શનિવારની સાંજે યોજાયેલા આ વિમોચન પ્રસંગના અતિથિ વિશેષ ડૉ. શિરીષ કાશીકરે પુસ્તકમાં સમાવિષ્ટ વિવિધ મુદ્દાનો ઉલ્લેખ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, વાસ્તવમાં આ પુસ્તક મહિલાઓ માટે નહીં પરંતુ પુરુષો માટે છે. અર્થાત પુરુષોએ ઈલાબેનનું આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ.

Elaben's formulaic writing style will inspire readers: Ushaben Upadhyay.  ફોટોઃ અલકેશ પટેલ

સમાજમાં આવી રહેલા પરિવર્તનની નોંધ લેતા બંને વિદ્વાન મહાનુભાવો- ઉષાબેન ઉપાધ્યાય તથા ડૉ. શિરીષ કાશીકરે સૌને સાવધાની રાખવા સૂચન કર્યું હતું. મહિલાનો તેની કોઈ ચોક્કસ ભૂમિકા તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે સ્વીકાર થવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.

નારીઃ લાગણીઓના અનંત રંગો પુસ્તકના લેખિકા ઈલાબેન ગોહેલે તેમની આ લેખનયાત્રા અને એ કામગીરીમાં તેમને મળેલા પરિવાર તેમજ અન્ય લોકોના સહયોગનો ભાવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો અને એ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ કાશીની પંચકોશી યાત્રાઃ દેવાધિદેવની નગરીનો એક અદ્દભૂત અનુભવ
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular