HomeAgency Newsભારતના અર્થતંત્રની બુલેટ ગતિ યથાવત, 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 7.8...

ભારતના અર્થતંત્રની બુલેટ ગતિ યથાવત, 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 7.8 ટકા

નવી દિલ્હી, 31 ઓગસ્ટ, 2026- ભારતના અર્થતંત્ર બુલેટ ગતિ યથાવત રહી છે. 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા નોંધાયો છે. થોડા સમય પહેલાં મોંઘવારી વધવાના કારણે એવું લાગી રહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર આ વર્ષે કંઈક ખોરવાઈ રહ્યું છે. પરંતુ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ (MoSPI)ના અહેવાલે જે આંકડા રજૂ કર્યા છે તે આશ્ચર્યચકિત કરનારા છે. આ આંકડા અનુસાર ભારતીય અર્થતંત્રે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલથી જૂન) સારી ગતિ જાળવી રાખી છે. આ સમયગાળા દરમિયાન દેશની વાસ્તવિક GDP 7.8 ટકાના દરે વધી છે.

પ્રથમ ત્રિમાસિક ગાળાનો અહેવાલ

આજે 31 ઓગસ્ટને સોમવારે MoSPI એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળાના GDP આંકડા જાહેર કર્યા છે. જે અનુસાર એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં નોમિનલ GDPમાં 10.3 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર વિશ્વમાં ચાલી રહેલા આર્થિક પડકારો છતાં ભારતીય અર્થતંત્રે પોતાના વિકાસની ગતિ જાળવી રાખી છે.

આ વખતે GDPના આંકડા 2022-23 ને બેઝ યર (આધાર વર્ષ) માનીને જાહેર કરવામાં આવ્યા છે. સરકારે 27 ફેબ્રુઆરી 2026ના રોજ GDPના વાર્ષિક અને ત્રિમાસિક ગણતરીની નવી શ્રેણી જાહેર કરી હતી. આ પછી 5 જૂન 2026ના રોજ નાણાકીય વર્ષ 2025-26ના GDPના પ્રારંભિક એટલે કે પ્રોવિઝનલ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

જૂના આંકડા પણ થયા અપડેટ

મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23, 2023-24 અને 2024-25ના વાર્ષિક આંકડાઓને પણ અપડેટ કર્યા છે. આ માટે નવા ડેટા અને વિવિધ સરકારી સ્ત્રોતોમાંથી મળેલા આંકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળા સુધીના GDP આંકડા પણ અપડેટ કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રોવિઝનલ GDP આંકડાઓમાં પણ નવા ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

GDP આંકડામાં શું-શું સામેલ

GDPની ગણતરીમાં ઔદ્યોગિક ઉત્પાદન, કિંમતો, બેંકિંગ સેવાઓ અને વિવિધ સરકારી વિભાગો પાસેથી મળેલા વહીવટી આંકડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રાલયે GDPની સાથે અર્થતંત્રમાં વપરાશ, રોકાણ અને અન્ય ખર્ચાઓ સાથે જોડાયેલા આંકડા પણ જાહેર કર્યા છે. આ આંકડા સ્થિર કિંમતો એટલે કે 2022-23ના આધારે અને વર્તમાન કિંમતો બંનેમાં આપવામાં આવ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular