HomerevoinewsGCCI દ્વારા GI સંલગ્ન થીમ પર પ્રદર્શન અને સેમિનાર શ્રેણીનું સફળ આયોજન

GCCI દ્વારા GI સંલગ્ન થીમ પર પ્રદર્શન અને સેમિનાર શ્રેણીનું સફળ આયોજન

અમદાવાદ, 30 ઑક્ટોબર, 2026 – ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ રાજ્યમાં પ્રથમ વખત, ‘કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્ક્સ (CGPDTM)’ કચેરી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર અને ફ્રાન્સની ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી (INPI)’ સાથે મળીને, ‘ જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ (GI)’ પર વિવિધ મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સેમિનાર તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં અગ્રગણ્ય ભૂમિકા ભજવી છે.

સમગ્ર કાર્યક્રમના આયોજનમાં GCCI ની IPR કમિટી, AI & IT & ITES કમિટી અને બિઝનેસ વિમેન કમિટી એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તારીખ ૨૯ અને ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આશ્રમ રોડ, અમદાવાદ સ્થિત GCCIના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં “મેગા પ્રદર્શન” અને “જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ (GI)” પર આંતરરાષ્ટ્રીય સેમિનારોની શ્રેણી ખુબ સફળ રહ્યા હતા જેનો મુખ્ય વિષય હતો: “ફ્રોમ પ્રોટેક્શન ટુ પ્રોમોશન: બિલ્ડીંગ વેલ્યુ થ્રુ ઓરિજીન એન્ડ કવોલિટી”.

Successful Organization of an Exhibition and Seminar Series Focused on GI-Tagged Products by GCCI
Successful Organization of an Exhibition and Seminar Series Focused on GI-Tagged Products by GCCI

આ કાર્યક્રમમાં આપણા દેશ સહિત અન્ય આઠ દેશોના પ્રતિનિધિ એકત્ર થયા હતા, જેમાં વિશ્વના વિવિધ “ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી” કાર્યાલયો ના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ, ફ્રેન્ચ દૂતાવાસના પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય GI નિષ્ણાતો, નીતિ નિર્ધારકો અને સંશોધકોનો સમાવેશ થયો હતો.

ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત મહાનુભાવોમાં GCCIના પ્રમુખ શ્રી રાજેશ ગાંધી; હેન્ડીક્રાફ્ટ GI (હસ્તકલા જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન) વિભાગના વડા શ્રી એન્ટોઈન જીનેસ્ટેટ; ભારતમાં ફ્રેન્ચ દૂતાવાસના કૃષિ સલાહકાર શ્રીમતી મોનિક ટ્રાન્; CGPDTM કચેરીના ડાયરેક્ટર (ફાઇનાન્સ અને IT) તથા IAD ના વડા શ્રી લાલ ઝા; અને GCCI IPR સમિતિના ચેરમેન શ્રી જતિનભાઈ ત્રિવેદી વગેરેનો સમાવેશ થતો હતો. આ મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગરિમા વધારી અને સત્રના શુભારંભ ને ચરિતાર્થ કર્યો.

આ પણ વાંચોઃ ભારતીય નૌકાદળની પ્રથમ તાલીમ સ્કવોડ્રનનું શ્રીલંકાના કોલંબોથી પ્રસ્થાન

ફ્રાન્સ, બાંગ્લાદેશ, કંબોડિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, ભૂતાન, ઈન્ડોનેશિયા અને વિયેતનામના GI નિષ્ણાતોની ભાગીદારી સાથે, આ કાર્યક્રમે જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ (GI) ના પ્રોટેક્શન, પ્રમોશન, બ્રાન્ડિંગ, વ્યાપારીકરણ અને બજાર વિકાસ અંગે વૈશ્વિક અનુભવોના આદાન-પ્રદાન માટે એક વિશિષ્ટ મંચ પૂરો પાડેલ છે.

આ સીમાચિહ્નરૂપ પહેલ થકી આપણા ગુજરાત રાજ્યે “આંતરરાષ્ટ્રીય GI સંવાદ પ્લેટફોર્મ” પર પોતાનું સ્થાન સુનિશ્ચિત કરેલ છે, જે આપણા દેશના સમૃદ્ધ વારસા, પરંપરાગત કારીગરી અને પ્રાદેશિક ઉત્પાદનોને આ વિષય અન્વયે ગ્લોબલ એક્સપર્ટીસ સાથે જોડે છે.

સેમિનારની સાથે, એક ખાસ GI પ્રદર્શન થકી આપણા દેશના વિવિધ અધિકૃત GI ઉત્પાદનોને પ્રદર્શિત કરવાની તક પણ પ્રાપ્ત થયેલ છે, જેને તમામ મુલાકાતીઓને, આપણા દેશના નિષ્ણાત કારીગરો અને ઉત્પાદકો સાથે સીધી વાતચીત કરવાની, તેમની પરંપરાગત કારીગરીને નિહાળવાની અને આવા ઉત્પાદનોના સોર્સ ઓફ ઓરિજિનને સમજી તે બાબતે B2 તકોને ફળીભૂત કરવા અંગે પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું હતું.

આ સમગ્ર પહેલ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વોકલ ફોર લોકલ” અને “લોકલ ટુ ગ્લોબલ” ના વિઝનને પણ પ્રતિબિંબિત કરે છે, જે ભારતના પરંપરાગત ઉત્પાદનો અને આ ઉત્પાદનો કરવામાં પ્રવૃત વિવિધ સમુદાયો વિશે જાણવા અને તેઓને અનેકવિધ વ્યાપારી તકો પુરી પાડવા પ્રોત્સાહન પૂરું પાડે છે.

GCCI દ્વારા કરવામાં આવેલ આ પહેલનો મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ GI રજીસ્ટ્રેશનથી આગળ વધી, આપણા દેશના સમૃદ્ધ વારસાને મજબૂત બ્રાન્ડ્સ, વૈશ્વિક માન્યતા અને કારીગરો અને સ્થાનિક સમુદાયો માટે સસ્ટેનેબલ આર્થિક તકોમાં પરિવર્તિત કરવાનો છે.

આ સમગ્ર કાર્યક્રમના પ્રથમ દિવસે આયોજિત વિવિધ “પેનલ ડિસ્કશન્સ” અને “આંતરરાષ્ટ્રીય સેમિનાર માં ૧) ફ્રોમ રેકગ્નીશન ટુ પ્રોટેક્શન: હાઉ ડઝ એ કોમ્પ્રિહેન્સિવ GI સિસ્ટિમ વર્ક? ઘી ફ્રેન્ચ એક્સપીરિઅંશ, ૨) એઆઈ ફોર જીઆઇ: ટ્રેડિશન એન્ડ ઇનોવેશન; 3) જીઆઈ ઓન ઘી શેલ્ફ:” પેકેજીંગ, બ્રાન્ડિંગ એન્ડ માર્કેટ પ્રમોશન ઓફ GIs (ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ) નો સમાવેશ થયો હતો તેમજ સાથે સાથે મેગા GI પ્રદર્શનમાં ગુજરાત અને ભારતના અન્ય ભાગોના 19 થી વધુ કારીગરો દ્વારા રજૂ કરાયેલા ઉત્પાદનોનો સમાવેશ થયેલ છે.

પ્રદર્શન મુલાકાતીઓને કારીગરો અને ઉત્પાદકો સાથે સીધા જોડાવા, પરંપરાગત કારીગરી ની પ્રશંસા કરવા અને તેમના સ્ત્રોત પર ઉત્પાદનો ખરીદવા સક્ષમ બનાવે છે. પ્રદર્શિત ઉત્પાદનોમાં કચ્છ અજરખ, કચ્છ બંધાણી, પાટણ પટોળા, માતાની પછેડી, અમદાવાદ સોદાગરી બ્લેક પ્રિન્ટ, ખંભાતના અગેટ્સ, ટાંગલિયા શાલ, બનાસકાંઠા એપ્લિક ક્રાફ્ટ, સૌરાષ્ટ્ર મોતી ભરતકામ, પાટણ મશરૂ સાડીઓ અને કાપડ, ગીર ગાય ઘી, દાહોદ મણકાનું કામ, જસદણ પટારી ક્રાફ્ટ, કચ્છી આભલા ભરત કામ, ગાઝીપુર વોલ હેંગીગ, બનારસના બ્રોકેડ અને સાડીઓ, સંખેડા ફર્નિચર અને સિહોર મેટલ ક્રાફ્ટ, વગેરેનો સમાવેશ થાય છે.

કાર્યક્રમ સાથે સંકળાયેલા સૌ મહાનુભાવોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સમગ્ર મિશન માત્ર GI રજીસ્ટ્રેશનથી આગળ વધીને ભારતના સમૃદ્ધ વારસાને એક મજબૂત બ્રાન્ડ, વૈશ્વિક માન્યતા અને કારીગરો અને સ્થાનિક સમુદાયો માટે ટકાઉ આર્થિક તકોમાં પરિવર્તિત કરવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular