Homeગુજરાતીગુજરાતહિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો – ૨૦૨૫ મેળા કાર્યાલયનું ઉદ્ઘાટન

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો – ૨૦૨૫ મેળા કાર્યાલયનું ઉદ્ઘાટન

અમદાવાદઃ આજ રોજ અષાઢ સુદ બીજ રથયાત્રાના પવિત્ર દિવસે આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF) નૈતિક તથા સાંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રકલ્પ (IMCTF) દ્વારા આગામી 23 થી 26 જાન્યુઆરી 2025 ના રોજ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા કર્ણાવતી અમદાવાદમાં યોજાનાર છે તેના કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન પ.પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, પ.પૂ. સ્વામી મુક્તાનંદજી બાપુના સચિવ રાઠોડ, તેમજ અતિથિ વિશેષ તરીકે દિનેશભાઇ ગુપ્તા, શેઠ ચીમનભાઈ અગ્રવાલના પ્રતિનિધિ પ્રદીપભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું. 

આ શુભ અવસરે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF) ગુજરાતના અધ્યક્ષ નારાયણભાઈ મેઘાણી, સંયોજક ઘનશ્યામભાઈ વ્યાસ, સચિવ શૈલેષભાઇ પટેલ( પ્રાંત કાર્યવાહક, રા.સ્વ.સંઘ ગુજરાત), ભાગ્યેશ જહાં, જયદીપભાઈ પટેલ સહીત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

 

સંબંધિત લેખો

Most Popular