1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. PM મોદીના કાર્યક્રમને સફળ બનાવવા CMએ મેટ્રો સ્ટેશન અને સ્ટેડિયમની મુલાકાત લઈ સમીક્ષા કરી
PM મોદીના કાર્યક્રમને સફળ બનાવવા CMએ મેટ્રો સ્ટેશન અને સ્ટેડિયમની મુલાકાત લઈ સમીક્ષા કરી

PM મોદીના કાર્યક્રમને સફળ બનાવવા CMએ મેટ્રો સ્ટેશન અને સ્ટેડિયમની મુલાકાત લઈ સમીક્ષા કરી

0

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની તા. 29 અને 30મી સપ્ટેમ્બરના રોજ મુલાકાતે આવી રહ્યા છે. જેમાં 29 સપ્ટેમ્બરે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન અને 30મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના મેટ્રો ટ્રેનના ફેઝ 1નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રવિવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે. મેટ્રો સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લઈને વડાપ્રધાનના કાર્યક્રમની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રીએ નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ સ્થળ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું પણ નિરીક્ષણ કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી સવારે ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર આવશે. કાલુપુર મેટ્રો સ્ટેશન પર ફેઝ 1ના પૂર્વ પશ્ચિમ કોરિડોરને જોડતી થલતેજ- વસ્ત્રાલ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. મેટ્રો ટ્રેનમાં અંદાજે 200 મહિલાઓ અને બાળકો સાથે બેસી થલતેજ દુરદર્શન ટાવર સુધી આવશે અને ત્યારબાદ ત્યાં જાહેર સભા યોજશે. આ કાર્યક્રમના આયોજનના પગલે કાલુપુર મેટ્રો સ્ટેશન પર રાજ્યના મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ સ્થળ મોટેરા ખાતે પણ સમગ્ર કાર્યક્રમની સમીક્ષા કરી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતુંકે, તા.29 મી સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાંજે મોટેરા ખાતે સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. જેમાં એક લાખ જેટલા લોકો હાજર રહેશે. 30 સપ્ટેમ્બરના કાલુપુર મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસી અને થલતેજ દુરદર્શન કેન્દ્ર ખાતે આવી ત્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજે 60,000 જેટલા લોકો હાજર રહેવાના છે આ બે દિવસના સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેટ્રો અને પોલીસ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code