Homerevoinewsભારતીય નૌકાદળના વડા એડમિરલ ક્રિષ્ણા સ્વામિનાથનની કેનબેરા મુલાકાત

ભારતીય નૌકાદળના વડા એડમિરલ ક્રિષ્ણા સ્વામિનાથનની કેનબેરા મુલાકાત

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર, 2026 – ભારતીય નૌકાદળના વડા (CNS) એડમિરલ ક્રિષ્ણા સ્વામિનાથને કેનબેરા ખાતે ઓસ્ટ્રેલિયાના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ (CDF) એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરી હતી.

આ બેઠકમાં ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ભાગીદારીની વધતી વ્યૂહાત્મક ભાગીદારી, ‘મેરિટાઇમ સિક્યુરિટી કોલેબોરેશન રોડમેપ’ ના અમલીકરણને આગળ ધપાવવા અને સમુદ્રી ક્ષેત્રમાં પરસ્પર સહયોગ તથા સંયુક્ત કાર્યક્ષમતા (ઇન્ટરઓપરેબિલિટી) વધારવાની તકો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ વાર્તાલાપ એક સુરક્ષિત, સ્થિર અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના નિર્માણમાં યોગદાન આપતા પાયાના પરિણામો લાવવાની બંને દેશોની સહિયારી ઈચ્છા દર્શાવે છે.

આ અગાઉ નૌકાદળના વડા એડમિરલ ક્રિષ્ણા સ્વામિનાથને કેનબેરા સ્થિત રસેલ ઓફિસ ખાતે ઓસ્ટ્રેલિયાના રોયલ નેવી વડા વાઇસ એડમિરલ મેથ્યુ બકલી સાથે પણ ચર્ચા કરી હતી.

બંને વડાઓએ દ્વિપક્ષીય નૌકાદળ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી હતી અને વર્ષ 2027માં વિવિધ યુદ્ધાભ્યાસની તકો સહિત ઓપરેશનલ જોડાણ અને પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

એડમિરલ સ્વામિનાથને, વાઇસ એડમિરલ બકલીની ઉપસ્થિતિમાં, ઓસ્ટ્રેલિયન વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી સેવા આપનારા શૂરવીરોની સ્મૃતિ અને બલિદાનને નમન કર્યા હતા.

કેનબેરા ખાતેની રસેલ ઓફિસમાં એડમિરલ ક્રિષ્ણા સ્વામિનાથનનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ઓસ્ટ્રેલિયાની આદિવાસી સંસ્કૃતિ અને વારસાને દર્શાવતી ‘સ્મોકિંગ સેરેમની’ યોજાઈ હતી અને ત્યારબાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular