1. Home
  2. ગુજરાતી
  3. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

0
Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ તમામ નક્સલીઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. નારાયણપુરના પોલીસ અધિક્ષક રોબિન્સન ગુડિયાએ જણાવ્યું કે નક્સલીઓ “ખોખલી” માઓવાદી વિચારધારા, નિર્દોષ આદિવાસીઓ પર થતાં અત્યાચાર અને પ્રતિબંધિત સંગઠનમાં વધતા આંતરિક મતભેદોથી નિરાશ થઈ ગયા હતા. આત્મસમર્પણ કરનારાઓ બધા જ નીચલા સ્તરના કેડર હોવાનું પણ તેમણે જણાવ્યું. આ નક્સલીઓ જનતા સરકાર, ચેતના નાટ્ય મંડળી અને માઓવાદી પંચાયત મિલિશિયાના અલગ અલગ એકમો સાથે સંકળાયેલા હતા.

પોલીસ અનુસાર, આ કેડરો સશસ્ત્ર માઓવાદી જૂથોને કોઈપણ ચૂકવણી વિના રાશન, દવાઓ અને અન્ય આવશ્યક સામાન પહોંચાડવામાં સક્રિય હતા. તેઓ શસ્ત્રો અને વિસ્ફોટકો વહન કરવાથી લઈને IEDs (ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો) લગાવવાનું કામ, સુરક્ષા દળોની ચળવળ અંગે માહિતી એકત્રિત કરવાનું અને રેકી (સર્વેલન્સ) કરવાનું કામ કરતા હતા. પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન નક્સલીઓએ કબૂલ કર્યું કે ટોચના માઓવાદી નેતાઓ આદિવાસીઓના દુશ્મન છે. તેઓ શહેરોમાં કે વિદેશમાં સારા ભવિષ્યના સપના બતાવીને નીચલા સ્તરના કાર્યકરોને પોતાના અંગત ગુલામ બનાવી રાખે છે.

આત્મસમર્પણ કરનારા તમામ 16 નક્સલીઓને રૂ. 50,000ની સહાય આપવામાં આવી છે અને સરકારની પુનર્વસન નીતિ મુજબ સુવિધાઓ પણ આપવામાં આવશે. ગયા દિવસોમાં સુકમા જિલ્લામાં નક્સલી ક્રૂરતાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં નક્સલીઓએ બે ગ્રામજનોની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટના સુકમા જિલ્લાના કેરલપાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિરસેતી ગામમાં બની હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code