1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આંખોને આંજી દેતી મોડીફાઈ કરેલી LED લાઈટ સાથે 250 વાહનો રાજકોટથી પકડાયા
આંખોને આંજી દેતી મોડીફાઈ કરેલી LED લાઈટ સાથે 250 વાહનો રાજકોટથી પકડાયા

આંખોને આંજી દેતી મોડીફાઈ કરેલી LED લાઈટ સાથે 250 વાહનો રાજકોટથી પકડાયા

0
Social Share

રાજકોટ,11 ફેબ્રુઆરી 2026 :  ગુજરાત સરકારે તમામ આરટીઓ કચેરીઓને વાહનો પર મોડીફાઈ કરેલી એલઈડી લાઈટ્સ સામે દંડનીય કાર્યવાહીનો આદેશ આપ્યા બાદ સુરત બાદ રાજકોટ આરટીઓએ ઝુંબેશ શરૂ કરી છે. અને છેલ્લા 15 દિવસમાં જ 250થી વધુ વાહનચાલકોને દંડ ફટકારી રૂ.5 લાખની વસૂલાત કરવામાં આવી છે.

ગુજરાતમાં ખાસ કરીને રાતના સમયે અકસ્માતોના બનાવો વધતા જાય છે. આંખોને આંજી દેતી મોડીફાઈ કરેલી વાહનો પરની એલઈડી લાઈટ્સને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યાની ફરિયાદો મળતા ગત 21મી જાન્યુઆરીના રાજ્યની વાહન-વ્યવહાર કમિશનર કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરી તમામ જિલ્લાના આરટીઓને અનઅધિકૃત રીતે વાહનોમાં લગાવવામાં આવતી વ્હાઈટ એલઈડી લાઈટ્સ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ મામલે રાજકોટ આરટીઓ એક્શન મોડમાં આવ્યું હોય તેમ 15 દિવસમાં જ 250થી વધુ વાહનચાલકોને દંડ ફટકારી રૂ.5 લાખની વસૂલાત કરવામાં આવી છે.

રાજકોટ આરટીઓ અધિકારના કહેવા મુજબ વાહનોમાંથી મોડીફાઈડ કરેલી  ગેરકાયદેસર LED લાઇટ દૂર કરે તે માટે આ ચેકિંગ સતત ચાલુ રહેશે. જે બાદ પણ લોકોમાં જાગૃતતા નહીં આવે તો વાહનોના રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરાશે.રાજયના વાહન વ્યવહાર વિભાગે ગેરકાયદેસરરીતે વ્હાઇટ એલઇડી હાઇબીમ ધરાવતા વાહનોના માલિકો સામે કડકાઇ દાખવવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે 22 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન હાઇબીમ લાઇટ ધરાવતા વાહનોને ઝડપવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ મળીને કુલ 3094 વાહનચાલકોને દંડ ફટકારવવામાં આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code