1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વકફ બોર્ડ હેઠળની મિલકતોના સર્વે અને ડિજિટલાઇઝેશન માટે રૂ. 6 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ
વકફ બોર્ડ હેઠળની મિલકતોના સર્વે  અને ડિજિટલાઇઝેશન માટે રૂ. 6 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

વકફ બોર્ડ હેઠળની મિલકતોના સર્વે અને ડિજિટલાઇઝેશન માટે રૂ. 6 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

0
Social Share
  • વકફ બોર્ડ હેઠળની મિલકતોનાGPS મેપિંગ,  ડીઝલાઈઝેશનની કામગીરી કરાશે,
  • આ કામગીરીને પગલે વકફ હેઠળની મિલ્કતોની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત થશે,
  • વકફની ખરી મિલકતની જ નોંધણી થશે.

ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે કાયદા મંત્રી  ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં આવેલ વકફ બોર્ડ હેઠળની મિલકતોના GPS મેપિંગ,  સર્વે અને ડીઝલાઈઝેશનની કામગીરી માટે રૂ. 6 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં આવેલ  વકફ બોર્ડની મિલકતોના જીપીએસ મેપિંગ માટે રૂ.2 કરોડ, સર્વેની કામગીરી માટે રૂ.2 કરોડ અને વકફ બોર્ડની વેબસાઈટ તેમજ ઓનલાઈન ડીજીટલાઇઝેશનની કાર્યવાહી માટે રૂ.2 કરોડ મળીને કુલ રૂ. 6  કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે.

રાજ્યમાં આવેલ વકફ બોર્ડ હેઠળની મિલકતોના GPS મેપિંગ,  સર્વે અને ડીઝલાઈઝેશનની કામગીરી માટે રૂ. 6 કરોડની ફાળવણી કરાતા હવે વકફ હેઠળની મિલ્કતોની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત થશે. તેમજ વકફની ખરી મિલકતની જ નોંધણી થશે. વકફની સંપત્તીના મુદ્દે  બિનજરૂરી તકરારોનું નિરાકરણ આવશે. અને ગેરકાયદેસર દબાણોનો પ્રશ્ન ઉદ્ભવશે નહીં. વકફ બોર્ડની મિલકતોના જીપીએસ મેપિંગ માટે રૂ.2 કરોડ, સર્વેની કામગીરી માટે રૂ.2 કરોડ અને વકફ બોર્ડની વેબસાઈટ તેમજ ઓનલાઈન ડીજીટલાઇઝેશનની કાર્યવાહી માટે રૂ.2 કરોડ મળીને કુલ રૂ. 6  કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા લાવવામા આવેલ Ummeed(Unified Waqf Management, Empowerment, Efficiency and Development) એક્ટ-2025 હેઠળની વિવિધ કાયદાકીય જોગવાઈઓનાં ભાગરૂપે આ કામગીરીને સઘન બનાવવાના પ્રયાસો  ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયા  છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code