1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર-સરખેજ હાઈવે પર ખોરજ પાસે ડમ્પરે સ્કૂટરને અડફેટે લેતા પતિ-પત્નીને ઈજા
ગાંધીનગર-સરખેજ હાઈવે પર ખોરજ પાસે ડમ્પરે સ્કૂટરને અડફેટે લેતા પતિ-પત્નીને ઈજા

ગાંધીનગર-સરખેજ હાઈવે પર ખોરજ પાસે ડમ્પરે સ્કૂટરને અડફેટે લેતા પતિ-પત્નીને ઈજા

0
Social Share
  • અકસ્માત બાદ ચાલક ડમ્પર લઈને ફરાર થઈ ગયો,
  • ઘાયલ દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
  • પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરચાલકો સામે પગલાં ભરવાની માગ ઊઠી

ગાંધીનગરઃ એસજી હાઈવે પર ખોરજ પાસે ડમ્પરે બાઈકસવાર દંપતીને હડફેટે લીધું હતું અને તેનો ચાલક ડમ્પર લઈને ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે  હોસ્પિટલ ખસેડવામાં  આવ્યા છે.  આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

ટ્વીનસિટી ગણાતા અમદાવાદ અને ગાંધીનગરના એસજી હાઈવે પર અકસ્માતનો બનાવો વધતા જાય છે. ત્યારે ખોરજ પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલી  ઉમા ઉદય સોસાયટીમાં રહેતા સુરેખાબેન મનીષભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરોજ તેમના પતિ મનીષભાઈ ખાત્રજ ખાતે રહેતા તેમના જેઠના નવા મકાનના વાસ્તુના પ્રસંગે હાજરી આપવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ બાઈક પર પરત ફરી રહ્યા હતા. મહિલાના પતિ બાઈક ચલાવી રહ્યા હતા અને પોતે પાછળ બેઠા હતા તે દરમિયાન ખોરજ પાસે પાછળથી ઓવરટેક કરવા જતાં એક ડમ્પરના ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી અને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે અકસ્માતમાં તેઓ બંને નીચે પટકાયા હતા અને તેમના પતિને માથાના ભાગે તેમજ શરીર ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે અજાણ્યા ડમ્પરચાલક સામે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code