1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા હાઈવે પર તૂટી પડેલા વીજ પોલથી બચવા જતા લાકડાં ભરેલો ટ્રક ઈકોકાર પર ખાબક્યો
વડોદરા હાઈવે પર તૂટી પડેલા વીજ પોલથી બચવા જતા લાકડાં ભરેલો ટ્રક ઈકોકાર પર ખાબક્યો

વડોદરા હાઈવે પર તૂટી પડેલા વીજ પોલથી બચવા જતા લાકડાં ભરેલો ટ્રક ઈકોકાર પર ખાબક્યો

0
Social Share

વડોદરા, 20 માર્ચ 2026: A truck loaded with wood fell on an ecocar અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ધનીયાવી ચોકડી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અચાનક આવેલા વાવાઝોડાના કારણે ધરાશાયી થયેલા વીજ પોલથી બચવા જતા લાકડા ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો. ટ્રક પલટી ખાઈને ઈકો કાર પર પડ્યો હતો. આ અકસ્માતમાં ઈકોકારના ચાલક સહિત બેનો ઈજાઓ થઈ હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે હાઇ-વે પર અફરાતફરી મચી ગઈ હતી અને ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડીને જામ થયેલો ટ્રાફિક ક્લિયર કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી એક ટ્રક જ્યારે વડોદરાના ધનિયાવી ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ભારે પવન અને વાવાઝોડાને કારણે રોડ પર એક વીજ થાંભલો ધરાશાયી થયો હતો. વીજ થાંભલાથી ટ્રકને બચાવવા જતાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. સ્ટીયરિંગ અચાનક ફેરવવાના કારણે ટ્રક રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી અને તેની પાછળ આવી રહેલી ઈકો કાર પર જઈ પડી હતી. અકસ્માતને લીધે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ ઘટનામાં ટ્રક ચાલક અને ઈકો કારના ચાલક બંનેને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. વડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code