HomerevoinewsVideo: 17 સપ્ટેમ્બરે નરેન્દ્રભાઈ માટે આશીર્વાદનો દીપ પ્રગટાવવા ભાજપની અપીલ

Video: 17 સપ્ટેમ્બરે નરેન્દ્રભાઈ માટે આશીર્વાદનો દીપ પ્રગટાવવા ભાજપની અપીલ

રિવોઈ ન્યૂઝ, 15 સપ્ટેમ્બર, 2026 – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આશીર્વાદનો દીપ પ્રગટાવવા રાજ્યના નાગરિકોને ભાજપ દ્વારા અપીલ કરવામાં આવી છે.

પક્ષના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા એક વીડિયો સંદેશ જારી કરીને આ અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭:૦૦ કલાકે ગુજરાતના દરેક પરિવાર દ્વારા ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી મોદીજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ.

તેમણે કહ્યું કે, કરોડો દીવડાની ઝળહળતી જ્યોતથી લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને સુખમય જીવન માટે આપણે સૌ સાથે મળી શુભકામના પાઠવીશું.

શ્રી વિશ્વકર્માએ અપીલ કરી કે આવો, સૌ સાથે મળી ‘વિકસિત ભારત–૨૦૪૭’ના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular