HomeAgency Newsસ્વતંત્ર ભારદ્વાજને રાહત, ત્રણ અઠવાડિયાના વચગાળાના જામીન મળ્યા

સ્વતંત્ર ભારદ્વાજને રાહત, ત્રણ અઠવાડિયાના વચગાળાના જામીન મળ્યા

નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર, 2026: – કથિત મારામારી વિવાદમાં એસસી-એસટી કાયદા હેઠળ પકડવામાં આવેલા યુવાન સ્વતંત્ર ભારદ્વાજને છેવટે આંશિક રાહત મળી છે. દિલ્હીની અદાલતે તેને ત્રણ અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા છે.

જંતર મંતર ખાતે નિશુ આઝાદ નામની છોકરીના પિતા સંજય આઝાદ સાથે કથિત મારપીટના આરોપી સ્વતંત્ર ભારદ્વાજને અદાલત તરફથી રાહત મળી છે. દિલ્હીની અદાલતે સ્વતંત્ર ભારદ્વાજને ત્રણ સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા છે. સ્વતંત્ર પર સંજય આઝાદને માર મારવાનો આરોપ છે. આ મામલે તેની સામે એસસી-એસટી એક્ટ પણ લાગ્યો હતો.

આ મામલો 23 જૂનનો હતો. પોલિસે ત્યારે તેને કસ્ટડીમાં લીધો હતો અને પૂછપરછ બાદ છોડી મૂક્યો હતો. પરંતુ તાજેતરમાં એક પોડકાસ્ટમાં સ્વતંત્રએ દાવો કર્યો હતો કે તેણે એક છોકરીના પિતાને એટલા માર્યા હતા કે તેઓ મરણતોલ થઈ ગયા હતા. સ્વતંત્રના આ દાવા બાદ નવેસરથી હોબાળો વધી ગયો હતો.

સ્વતંત્ર ભારદ્વાજનું તો ત્યાં સુધી કહેવું હતું કે ચિરાગ પાસવાન, કપિલ મિશ્રા જેવા નેતાઓ તેના મોટા ભાઈ સમાન છે. આના પર ચિરાગ પાસવાનનું નિવેદન આવ્યું હતું અને તેમનું કહેવું હતું કે તે વ્યક્તિ તેમના નામનો ફાયદો ઉઠાવી રહ્યો છે. જોકે સ્વતંત્ર ભારદ્વાજના સમર્થકોનું કહેવું છે કે માત્ર પોડકાસ્ટમાં આવા નિવેદન બાદ જ રાજકીય દબાણ પછી ભારદ્વાજ ઉપર એવી કલમો લગાવવામાં આવી જે ગુનો તેણે કર્યો જ નથી. આ સમર્થકોના મતે વિપક્ષી રાજકારણીઓ દ્વારા વિરોધ પ્રદર્શન બાદ દબાણમાં આવેલી પોલીસે સ્વતંત્ર ઉપર અન્ય કલમો દાખલ કરી હતી.

સ્વતંત્ર ભારદ્વાજને રાહત આપતો આ ફેંસલો પટિયાલા હાઉસ કોર્ટના જજ સૌરભ પ્રતાપ સિંહ લાલેરે સંભળાવ્યો હતો. આ પહેલાં સોમવારે મામલાની સુનાવણી દરમિયાન અદાલતે નક્કી કર્યું હતું કે કેમેરાની દેખરેખ હેઠળ જ કાર્યવાહી થશે. કારણ કે સ્વતંત્ર ભારદ્વાજ સામે પોક્સો એક્ટ અને એસસી-એસટી એક્ટ હેઠળ પણ કેસ નોંધાયો છે.

ગત શુક્રવારે જ સ્વતંત્ર ભારદ્વાજને દિલ્હી પોલિસે યુપીના બુલંદશહેરથી ધરપકડ કરી હતી. તેની ધરપકડ માટે કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ અને સાંસદ ચંદ્રશેખર આઝાદે થાણાનો ઘેરાવ કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ નિશુ આઝાદના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. આ મામલે ઘણું રાજકારણ થયું હતું. સ્વતંત્ર ભારદ્વાજના દાવાઓને કારણે વિવાદ વધ્યો હતો અને અંતે પોલિસે કડક કલમો લગાવીને તેની ધરપકડ કરી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular