1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિના ગાર્ડનમાં રમતના સાધનો માટે 10 કરોડની વિવાદાસ્પદ દરખાસ્તને મંજુરી
અમદાવાદ મ્યુનિના ગાર્ડનમાં રમતના સાધનો માટે 10 કરોડની વિવાદાસ્પદ દરખાસ્તને મંજુરી

અમદાવાદ મ્યુનિના ગાર્ડનમાં રમતના સાધનો માટે 10 કરોડની વિવાદાસ્પદ દરખાસ્તને મંજુરી

0
Social Share

અમદાવાદ,21 જાન્યુઆરી 2026:  શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન સંચાલિત 300થી વધુ ગાર્ડનમાં રમત-ગમત અને જીમના સાધનો માટે રૂપિયા 10 કરોડની દરખાસ્તને મ્યુનિની રીક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટી દ્વારા મંજુરીની મહેર મારી દેવામાં આવી છે. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી મળ્યા બાદ જનરલ બોર્ડમાં મંજુરી માટે મુકાશે. આ દરખાસ્તને લીધે વિવાદ એવો ઊભો થયો છે. કે, ત્રણ વર્ષ પહેલા જ રમત-ગમતના સાધનો માટે રૂપિયા 6 કરોડનો ખર્ચ કરાયો હતો. હવે ફરી 10 કરોડના સાધનો ખરીદવાની દરખાસ્તને મજુરી આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ક્રિએશનલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે શહેરમાં આવેલા 300થી વધુ ગાર્ડનમાં મ્યુનિના બગીચા ખાતા દ્વારા અલગ અલગ જગ્યાએ નવા સાધનો મુકવા માટે ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બંને જગ્યાએ અલગ અલગ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે પણ બગીચામાં રમતગમતના અને ઓપન જીમના સાધનો જર્જરીત અથવા તૂટી ગયા હશે ત્યાં નવા લગાવવામાં આવશે. હીચકા લપસણી જેવા સાધનો બદલવામાં આવશે. જે ટેન્ડર કરવામાં આવ્યું છે તેમાં નવા અલગ અલગ 22 પ્રકારના સાધનો પણ લગાવવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા પણ આ જ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રમત ગમતના સાધનો લગાવવા માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. જો કે તેમાં સાધનોના મેન્ટેનન્સની શરત રાખવામાં આવી નહોતી. આ ટેન્ડરમાં મેન્ટેનન્સની શરત રાખવામાં આવી છે જેથી કોઈપણ સાધન ખરાબ થાય તો જે તે એજન્સી દ્વારા તેને રીપેરીંગ કરવાનું રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code