1. Home
  2. ગુજરાતી
  3. મણિપુરમાં ચાર ઉગ્રવાદીઓને ઝડપી લેવાયાં, હથિયારો જપ્ત કરાયાં
મણિપુરમાં ચાર ઉગ્રવાદીઓને ઝડપી લેવાયાં, હથિયારો જપ્ત કરાયાં

મણિપુરમાં ચાર ઉગ્રવાદીઓને ઝડપી લેવાયાં, હથિયારો જપ્ત કરાયાં

0
Social Share

નવી દિલ્હીઃ મણિપુરમાં સુરક્ષા દળોએ અલગ-અલગ કાર્યવાહીમાં ચાર ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. આ ઉગ્રવાદીઓ વિવિધ ઉગ્રવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે. પોલીસે જણાવ્યું કે, બિષ્ણુપુર, ઇમ્ફાલ પૂર્વ અને થોબલ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓમાંથી એક કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટીનો સભ્ય હોવાનું કહેવાય છે અને તેને બિષ્ણુપુર જિલ્લાના મૈબામ ચિંગમાંગ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. તેમ મણિપુર પોલીસે જણાવ્યું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ લીસંગથેમ હિરેન સિંહ તરીકે થઈ છે, જે લોકો પાસેથી ખંડણી વસૂલવામાં સામેલ હતો. સુરક્ષા દળોએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાંથી લિકમાબામ અમુજાઓ મૈતાઈ ઉર્ફે લકપાની ધરપકડ કરી છે. તેઓ KCP-PSC પોલિટબ્યુરો સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હોવાનું કહેવાય છે. આ દરમિયાન, થૌબલ જિલ્લામાંથી બે ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. તે બંને KCP ના સભ્યો છે. તેમની ઓળખ લોઇટોંગબામ બોયાઇ સિંહ અને ખામુન્થેમ ધનબીર સિંહ તરીકે થઈ છે.

સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને કારતૂસ પણ જપ્ત કર્યા હતા. આ વસૂલાત જીરીબામ, ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાંથી કરવામાં આવી હતી. ઇમ્ફાલ પશ્ચિમમાંથી જપ્ત કરાયેલા હથિયારોમાં બે INSAS રાઇફલ્સ, બે SMG કાર્બાઇન્સ, મોટી સંખ્યામાં કારતૂસ, આઠ બુલેટપ્રૂફ પ્લેટ્સ, સાત બુલેટપ્રૂફ જેકેટ વગેરેનો સમાવેશ થાય છે. જીરીબામમાંથી ત્રણ INSAS રાઇફલ્સ, મેગેઝિન અને બે SLR રાઇફલ્સ મળી આવી છે. કાંગપોક્પી જિલ્લામાં એક બંકર પણ નાશ પામ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code