
મંદીમાંથી પસાર થતા હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે સરકારે જાહેર કર્યું રાહત પેકેજ
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હિરા ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં પસાર થઈ રહ્યો છે. જેથી રત્ન કલાકારો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકાર રત્ન કલાકારોની મદદ માટે આગળ આવ્યું છે. સરકારે રત્નકલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ડાયમંડ ઉદ્યોગમાં ત્રણ વર્ષથી મંદી ચાલી રહી છે ત્યારે આખરે આજે રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.આ રાહતનો લાભ 31/03/24 પછી કામ ન મળ્યું અને તેમને કારખામાંથી છુટા કર્યા હોય તેને મળશે. આ પેકેજમાં 5 લાખની લોન ઉપર 9 ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય કરાશે. રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13500 સુધીની માફ કરવામાં આવશે. આમ આ ફી સરકાર દ્વારા DBT મારફતે આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત આપવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા આ યોજનાઓ જાહેર કરી છે.