1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સતત હસ્તક્ષેપ કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશેઃ ઈરાન
અમેરિકા બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સતત હસ્તક્ષેપ કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશેઃ ઈરાન

અમેરિકા બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સતત હસ્તક્ષેપ કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશેઃ ઈરાન

0
Social Share

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવમાં અમેરિકાની એન્ટ્રી બાદ હવે ઈરાન અને અમેરિકામાં શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ અમેરિકાને ધમકી આપતા ચાલી રહેલા સંઘર્ષથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે, જો અમેરિકા બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સતત હસ્તક્ષેપ કરશે તો અમેરિકાને પણ ગંભીર પરિણામો ભોગવવા પડશે, તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ત્રણ મુખ્ય લશ્કરી સ્થળો પર અમેરિકાના હુમલા બાદ ઈરાનમાં શાસન પરિવર્તનના સંકેત આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, જો વર્તમાન ઈરાની શાસન ઈરાનને ફરીથી મહાન બનાવવામાં અસમર્થ છે તો સત્તાપરિવર્તન કેમ ન થાય, તો આ દરમિયાન તેઓએ અમેરિકાન સેનાના પણ વખાણ કર્યા હતા..

  • વડાપ્રધાન મોદીએ ઈરાનના પ્રમુખ સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી અને ઈરાન-ઇઝરાયલ વચ્ચે તાજેતરમાં વધેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણકારી આપતા કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદીએ તાત્કાલિક તણાવ ઓછો કરવા અને સંવાદ અને રાજદ્વારી દ્વારા પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા હાંકલ કરી. 

  • આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની ઇમરજન્સી બેઠક 

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)એ ઈરાનમાં ગંભીર સ્થિતીને ધ્યાનમાં રાખીને આજે આપાતકાલીન બેઠક બોલાવી છે. એજન્સીના મહાનિદેશક રાફેલ મારિયાનો ગ્રોસીએ સોશિયલ મિડીયા પોસ્ટમાં કહ્યું કે, ઈરાનના પરમાણુ સ્થાપનો પર અમેરિકાના હુમલા બાદ આજે એજન્સીના બોર્ડ ઓફ ગવર્નર્સની આપાતકાલીન બેઠક બોલાવી નિર્ણય લીધો છે, તો સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે અમેરિકા દ્વારા ઈરાન પર કરાયેલ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરતા આ હુમલાને શાંતિ અને સુરક્ષા માટે જોખમ ગણાવ્યું છે. ગુટેરેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા કહ્યું કે, હું ઈરાન સામે સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાથી ચિંતીત છું. આ પહેલાથી જ સંકટગ્રસ્ત ક્ષેત્રથી વધુ જોખમ ઊભું કરશે અને આંતરરાષ્ટ્રીય શાંતિ-સુરક્ષા માટે જોખમ છે.. હું સદસ્ય દેશોને આહ્વાન કરું છું કે તેઓ તણાવ ઓછો કરો અને આંતરારાષ્ટ્રીય કાનૂન નિયમો અંતર્ગત પોતાની જવાબદારીઓ નિભાવે..

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code