
- 50 મેટ્રીક ટન કાર્બોસેલને જથ્થો જપ્ત કરાયો,
- ટ્રક અને 05 ચરખી સહિત કુલ રૂા. 10 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો,
- ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં જિલ્લા કલેકટર અને ખનીજ વિભાગ દ્વારા સમસાયંતરે દરોડા પાડવા છતાંયે ખનીજચોરી અટકતી નથી. ખનીજ માફિયાઓ કોઈને ગાંઠતા નથી. સરકારી જમીનોમાં ખનન થઈ રહ્યું છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા થાન તાલુકા સહિત અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનીજચોરી અંગે ચેકીંગ હાથધર્યું હતું જે દરમિયાન થાન તાલુકાના રૂપાવટી તરફ જતા રસ્તાની બાજુમાં ભડુલા તળાવની પાસે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું હોવાનું જણાઈ આવ્યું હતું. અને ચોટિલા પ્રાંતની ટીમે ટીમે 50 મેટ્રીક ટન ગેરકાયદેસર કાર્બોસેલ ભરેલ મોટો ટ્રક અને 5 ચરખી સહિત કુલ રૂા.1.10 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ભુમાફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા થાન તાલુકા સહિત અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનીજચોરી અંગે ચેકીંગ હાથધર્યું હતું જે દરમિયાન થાન તાલુકાના રૂપાવટી તરફ જતા રસ્તાની બાજુમાં ભડુલા તળાવની પાસે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું હોવાનું જણાઈ આવ્યું હતું આથી સ્થળ પર તપાસ કરતા સરકારી જમીનમાં ગેરકાયદેસર કાર્બોસેલ ભરેલો ટ્રક મળી આવ્યો હતો અને આસપાસના સ્થળ પરથી અલગ-અલગ કાર્બોસેલના કુવાઓ પરથી પાંચ ચરખીઓ પણ ઝડપી પાડવામાં આવી હતી. આમ સરકારી જમીનમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અને વહન થતું હોવાનું બહાર આવ્યું હતું અને ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા સહિતની ટીમે 50 મેટ્રીક ટન ગેરકાયદેસર કાર્બોસેલ ભરેલ મોટો ટ્રક અને ૫ ચરખી સહિત કુલ રૂા.1.10 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ભુમાફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. તેમજ ઝડપાયેલ તમામ મુદ્દામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો જ્યારે ચોટીલા પ્રાંત અધિકારીની રેઈડથી ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.