1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાકી વીજ બિલ વસુલાત સામે મેગા ડ્રાઈવ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાકી વીજ બિલ વસુલાત સામે મેગા ડ્રાઈવ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાકી વીજ બિલ વસુલાત સામે મેગા ડ્રાઈવ

0
Social Share

જામનગર, 15 માર્ચ 2026Mega drive against collection of pending electricity bills પશ્વિમ ગુજરાત વીજ કંપની દ્વારા બાકી વીજળી બિલો સામે વસુલાતની કડક ઝૂંબેશ ચાલી રહી છે. રાજકોટ, ભાવનગર સહિત અન્ય વિસ્તારોમાં ઝૂબેશ ચલાવ્યા બાદ હવે મંગળવારથી  જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાકી વીજળી બિલ સુલાતની ઝૂંબેશ ઙાથ ધરવામાં આવશે. જે વીજ ગ્રાહકોના રૂ.500 થી વધુના બીલ બાકી છે. તેઓના વીજજોડાણ કાપવા અથવા વીજબીલના નાણા વસૂલવા મંગળવારની મેગા વીજ ડીસ કનેક્ટ ડ્રાઈવ યોજવામાં આવશે.

જામનગરની પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડ કંપનીની વર્તુળ કચેરી દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વીજ ગ્રાહકોના બીલ બાકી છે તેમની પાસેથી વસૂલાત માટે આગામી તા.17 થી મેગા ડિસકનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર, દ્વારકા ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અંજાર, મોરબી, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પણ આ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.

વીજ કંપનીના કુલ 273 સબ ડિવિઝનમાં શરૂ થનારી આ ડ્રાઈવમાં દરેક સબ ડિવિઝનમાં ટેકનિકલ સ્ટાફની 10ની સંખ્યામાં ટીમ તૈયાર કરવામાં આવી રહી છે અને જે વિસ્તારોમાં સૌથી વધુ રકમ બાકી હોય તેવા ટોપ 200ની યાદીમાંથી 20 વીજ જોડાણ દરેક ટીમને આપવામાં આવશે અને આ ટૂકડીઓ બાકીદારો પાસેથી નાણા વસૂલવા માટે વીજજોડાણ કટ કર્યા પછી નિયમ અનુસાર રી-કનેકશન ચાર્જ મેળવી વીજજોડાણ પૂર્વવત કરી આપશે. રૂ.500 કે તેથી વધુની બાકી રકમ જે ગ્રાહકોએ ભરવાની બાકી છે તેઓએ પોતાના વીજબીલ તાત્કાલિક ભરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code