1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જમ્મૂ કાશ્મીર: સોપોરમાં નગર પરિષદની ઑફિસ પર આતંકી હુમલો, કાઉન્સિલરનુ મોત, પોલીસકર્મી શહીદ
જમ્મૂ કાશ્મીર: સોપોરમાં નગર પરિષદની ઑફિસ પર આતંકી હુમલો, કાઉન્સિલરનુ મોત, પોલીસકર્મી શહીદ

જમ્મૂ કાશ્મીર: સોપોરમાં નગર પરિષદની ઑફિસ પર આતંકી હુમલો, કાઉન્સિલરનુ મોત, પોલીસકર્મી શહીદ

0
Social Share
  • જમ્મૂ કાશ્મીરના બારામુલા જીલ્લામાં નગર પરિષદની ઓફિસ પર આતંકી હુમલો
  • આ આતંકી હુમલામાં એક કાઉન્સિલરનું મોત અને એક પોલીસકર્મી થયા શહીદ
  • નગર પરિષદની ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક દરમિયાન આ આતંકી હુમલો થયો

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના બારામુલા જીલ્લાના સોપોરમાં આતંકીઓએ નગર પરિષદની ઓફિસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાઉન્સિલરનું મોત થયું છે. આ હુમલામાં એક પોલીસકર્મી પણ શહીદ થયા છે. જાણકારી અનુસાર બારામુલા જીલ્લાના સોપોરમાં નગર પરિષદની ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક દરમિયાન આતંકીઓએ આ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાઉન્સિલરનું મોત થયું હતું. કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે.

પોલીસના સૂત્રો અનુસાર જેવી નગર પરિષદની ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક શરૂ થઇ હતી ત્યારે જ આતંકીઓએ ગોળીઓ વરસાવવાની શરૂ કરી હતી. આ હુમલામાં રેયાજ અહમદ નામના કાઉન્સિલરનું મોત થયું છે. જ્યારે અન્ય એક કાઉન્સિલર ઇજાગ્રસ્ત થયો છે.

આ હુમલા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મી પહોંચી ગયા છે અને આખા વિસ્તારને ઘેરીને આતંકીઓની શોધખોળ આદરી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code