1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભૂમિ સંસાધન વિભાગ દ્વારા DILRMP અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ કરાયો શરૂ
ભૂમિ સંસાધન વિભાગ દ્વારા DILRMP અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ કરાયો શરૂ

ભૂમિ સંસાધન વિભાગ દ્વારા DILRMP અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ કરાયો શરૂ

0
Social Share

નવી દિલ્હીઃ ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ રૂપે શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું અમલીકરણ Survey of India, NICSI, MPSeDC તથા પાંચ નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં કુલ 157 શહેરી સ્થાનિક સંસ્થાઓને પસંદ કરવામાં આવી છે, જેમાંથી ગુજરાત રાજ્યના નવસારી, મોરબી, ગાંધીધામ, આનંદ અને નડિયાદ પાંચ મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

નવસારી મહાનગરપાલિકા માં વિજલપોર, જલાલપોર, એરું, દાતંજે, હાંસાપોર, છાપરા, ઈટાળવા, ચોવીસી, ધારાગીરી અને વિરાવળ ગામોના વિસ્તારોનો સમાવેશ થાય છે. પ્રેસ બ્રિફમાં આ પ્રોજેક્ટના ફાયદાઓ જણાવતા કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, મિલકત સંબંધિત વ્યવહારમાં પારદર્શિતા આવશે, વિવાદો ઘટશે અને લોકોમાં આત્મવિશ્વાસ વધશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ આધુનિક સર્વે ટેકનોલોજી (જેમ કે એરિયલ ડ્રોન સર્વે અને GIS આધારિત મેપિંગ) નો ઉપયોગ કરીને ડિજિટલ સિટી સર્વે રેકોર્ડ તૈયાર કરવાનો છે અને મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રેસ બ્રિફમાં નવસારી મહાનગરપાલિકા કમિશ્નર દેવ ચૌધરી, નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર, સહિત નવસારી જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code