1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા પોલીસ કમિશનરે બેઠક બોલાવી
વડોદરા શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા પોલીસ કમિશનરે બેઠક બોલાવી

વડોદરા શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા પોલીસ કમિશનરે બેઠક બોલાવી

0
Social Share

વડોદરા,13 જાન્યુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. છેલ્લા એક મહિનામાં રોડ અકસ્માતના બનાવમાં પાંચના મોત નીપજતા તંત્ર દોડતું થયું છે. શહેર પોલીસ કમિશનરે અકસ્માતના બનાવો ઘટાડવા માટે વિવિધ સુચનો આપવા અને મેળવવા માટે એક મહત્વની બેઠક બોલાવી હતી જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ, મ્યુનિ.કોર્પોરેશન, સીટી બસ અને ખાનગી કોન્ટ્રાક્ટરો સહિત જવાબદાર લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં પોલીસ કમિશનરે શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન થાય તો અકસ્માતના બનાવોમાં ઘણો ફેર પડે તેમ હોવાનુ કહીને ટ્રાફિક વિભાગને એલર્ટ રહેવાની સુચના આપી હતી. આ ઉપરાંત ભારદારી વાહનોને સમય મર્યાદાનું પાલન કરવા, વાહનો લેનમાં ચલાવવા, સ્પીડ મર્યાદા રાખવા, ડ્રાઇવરની સાથે એક હેલ્પર ફરજિયાત રાખવા જેવી સુચના આપવામાં આવી હતી. નાગરિકોને પણ વાહનોની સ્પીડ ઓછી રાખવા અને હેલ્મેટ સહિતના નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી.

શહેરમાં ભારદારી વાહનોથી થતા અકસ્માતો રોકવા મ્યુનિના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને પોલીસ કમિશનરે સુચના આપી હતી.. જેમાં વીટકોસ, કચરો ઉઘરાવતાં વાહનો અને પાલિકાનાં ભારે વાહનોથી અકસ્માતો ન થાય તે અંગે ચર્ચા કરી તેમના સુચનો પણ મેળવાયા હતા. મ્યુનિના ભારે વાહન શહેરમાં નિશ્ચિત કરેલા સમયમાં પ્રવેશે. ઉપરાંત પાલિકાનાં ભારે વાહનો અને વીટકોસ બસને નો ઓવરટેક, નો હોર્ન અને નિશ્ચિત લેનમાં વાહન હંકારવા સ્પષ્ટ સૂચના આપી છે.

પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે કોન્ટ્રાક્ટરોને સૂચના આપી કે, આરટીઓના નિયમ ફરજિયાત પાળવાના રહેશે. ઉપરાંત વાહનો પર કોન્ટ્રાક્ટની વિગત, એજન્સીનું નામ અને ઈમર્જન્સી નંબર ધરાવતું બોર્ડ લગાવવું પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code