1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે 8 લેનનો બનાવવા કેન્દ્રને દરખાસ્ત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે 8 લેનનો બનાવવા કેન્દ્રને દરખાસ્ત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે 8 લેનનો બનાવવા કેન્દ્રને દરખાસ્ત

0
Social Share

અમદાવાદ, 7 જાન્યુઆરી 2026: Proposal to the Center to make Ahmedabad-Vadodara Express Highway 8 lanes ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેને છ લેનમાંથી આઠ લેનનો કરવા કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકારે સત્તાવાર માંગણી કરી છે. આ મુદ્દે તૈયાર કરાયેલો પ્રસ્તાવ નવી દિલ્હીમાં શરૂ થતી ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (TDC)ની બે દિવસીય બેઠકમાં રજૂ કરવામાં આવશે. દિલ્હીમાં બેઠક કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના અધ્યક્ષપદે યોજાઈ રહી છે.

ટ્રાફિકથી 24 કલાક વ્યસ્ત રહેતો અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ હાઈવે વર્ષ 2003માં ‘ગોલ્ડન ક્વાડ્રીલેટરલ’ પ્રોજેક્ટ અંતર્ગત ખુલ્લો મુકાયો હતો. છેલ્લા બે દાયકામાં રાજ્યમાં ઉદ્યોગ, વેપાર, લોજિસ્ટિક્સ અને શહેરીકરણમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરા જેવા ચાર મહત્વના જિલ્લાઓને જોડતો આ 93 કિલોમીટર લાંબો નેશનલ એક્સપ્રેસવે આજે ગુજરાતની જીવાદોરી સમાન બની ગયો છે. પરિણામે વાહન વ્યવહારનું દબાણ અનેકગણું વધ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીમાં યોજાનારી ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં દેશના તમામ રાજ્યોના પરિવહન મંત્રીઓ, મુખ્ય સચિવો, પરિવહન સચિવો અને આરટીઓ કમિશનરો ઉપસ્થિત રહેશે. બેઠક દરમિયાન રોડ સેફ્ટી માટેનો રોડમેપ, અકસ્માતો ઘટાડવા માટે લેવાયેલા પગલાં, તેમજ હાલના હાઈવે અને એક્સપ્રેસવે નેટવર્કમાં સુધારાની માંગણીઓ પર વિસ્તૃત ચર્ચા થશે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ–વડોદરા એક્સપ્રેસવેને પહોળો કરવાની રજૂઆતને પ્રાથમિકતા આપવામાં આવશે  આ ઉપરાંત બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનોના પ્રોત્સાહન, વૈકલ્પિક ઈંધણનો ઉપયોગ, રાષ્ટ્રીય પરમિટ, ટેક્સ માળખામાં સરળતા લાવી ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને વેગ આપવા સંબંધિત મુદ્દાઓ પર પણ નિર્ણય લેવામાં આવશે. ટેકનોલોજી આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ હાઈવે, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને નવા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા માટે પણ ચર્ચા થવાની છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વડોદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે સાથે વધુ સારો કનેક્ટિવિટી વિકસાવવા અમદાવાદ વડોદરા એક્સપ્રેસવેનું વિસ્તરણ મહત્વપૂર્ણ બની રહ્યું છે. વધતા ટ્રાફિક, ઔદ્યોગિક વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને એક્સપ્રેસવેના ફોર લેનને બમણા કરી આઠ લેન કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code