નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર, 2026: ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ માસ્ટર વૉરંટ ઑફિસર (MWO) અને ઓનરરી ફ્લાઇટ ઑફિસર (HFO) નારાયણ રામકૃષ્ણન (નિવૃત્ત) એ 11 સપ્ટેમ્બરના રોજ પોતાના જીવનના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ પ્રસંગે સમગ્ર ભારતીય વાયુસેના પરવારે એકત્ર થઈને તેમના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી હતી.
નારાયણ રામકૃષ્ણનજીનો જન્મ 11 સપ્ટેમ્બર 1926ના રોજ થયો હતો. તેમણે લાંબા સમય સુધી દેશની સેવા કર્યા બાદ 1981માં ભારતીય વાયુસેનામાંથી નિવૃત્તિ લીધી હતી. પોતાના સેવાકાળ દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.
આ ઐતિહાસિક ક્ષણ નિમિત્તે વાયુસેના પ્રમુખ (Chief of the Air Staff – CAS) અને વાયુસેનાના અન્ય નિવૃત્ત અધિકારીઓ તથા જવાનોએ રૂબરૂ અને સંદેશા દ્વારા તેમને શુભકામનાઓ પાઠવી હતી. વાયુસેનાએ તેમના રાષ્ટ્રપ્રતિના અતુલનીય યોગદાન, નિષ્ઠા અને 100 વર્ષના સાર્થક જીવન પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
A Century of Life. A Legacy of Service.
The Indian Air Force joined MWO (HFO) Narayan Ramakrishnan (Retd) in celebrating his 100th birthday yesterday.
Born on 11 September 1926, he served the IAF with distinction and retired in 1981.
The CAS, along with IAF veterans, joined in… pic.twitter.com/puqnP3o29g
— Indian Air Force (@IAF_MCC) September 12, 2026
સ્વયં ભારતીય વાયુસેના દ્વારા તેના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ ઉપર શ્રી નારાયણ રામકૃષ્ણનને શુભેચ્છા પાઠવવામાં આવી. વાયુસેના એ લખ્યું કે,
જીવનની એક સદી. સેવાનો ભવ્ય વારસો.
ભારતીય વાયુસેનાએ ગઈકાલે એમડબલ્યુઓ (એચએફઓ) નારાયણ રામકૃષ્ણન (નિવૃત્ત) સાથે તેમના 100મા જન્મદિનની ઉજવણી કરી હતી.
11 સપ્ટેમ્બર 1926ના રોજ જન્મેલા નારાયણ રામકૃષ્ણનજીએ ભારતીય વાયુસેનામાં વિશિષ્ટ સેવા આપી હતી અને તેઓ 1981માં નિવૃત્ત થયા હતા.
વાયુસેના પ્રમુખ (CAS) તેમજ વાયુસેનાના પૂર્વ સૈનિકો (Veterans) આ નોંધપાત્ર શતાબ્દી અને રાષ્ટ્રને સમર્પિત જીવનની ઉજવણીમાં સહભાગી થયા હતા.
સદી જીવાઈ ગઈ. એક વારસો જે સદા અમર રહેશે.


