1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે સ્પોર્ટ ટીમ ગુજરાતની મુલાકાતે
કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે સ્પોર્ટ ટીમ ગુજરાતની મુલાકાતે

કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે સ્પોર્ટ ટીમ ગુજરાતની મુલાકાતે

0
Social Share

ગાંધીનગર, 8 એપ્રિલ 2026:  Sports team meets CM to inspect preparations for Commonwealth Games 2030 કોમનવેલ્થ ગેમ્સ 2030માં ગુજરાતમાં રમાવવાની છે, ત્યારે કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં ટીમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશીએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા-સૌજન્ય મુલાકાતથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રી ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ સુશ્રી કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે તેમ જણાવ્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે ત્યારે ગુજરાત અને અમદાવાદને મળેલુ તેનું યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ છે તેનો ઉલ્લેખ કરતાં શ્રીયુત ડોનાલ્ડે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી લિડરશીપ અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનને કોમનવેલ્થ ગેમ્સ 2030ના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડશે એવો વિશ્વાસ આપ્યો હતો. કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.એ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે આવવાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરતા ગુજરાતનું ડેલિગેશન ગ્લાસગો કોમનવેલ્થમાં આવશે તેવી ખાતરી આપી હતી. કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકારે એ ગુજરાતમાં યોજાનારી 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ કલ્ચરલ વાઇબ્રન્સીની પણ અનુભૂતિ કરાવનારો ખેલ ઉત્સવ બની રહે તે માટે પરસ્પર ટિમવર્કથી કામ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી.

ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સાઇટ વિઝીટ કરવાનું છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં અગ્ર સચિવ  અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ  સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ  ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના DG  વાળા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code