1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારી હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરાશેઃ આરોગ્ય મંત્રી
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારી હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરાશેઃ આરોગ્ય મંત્રી

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારી હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરાશેઃ આરોગ્ય મંત્રી

0
Social Share

ગાંધીનગરઃ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહી કરી છે. જેમાં રાજ્ય સરકારની લોકહિતકારી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા” અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ગુણવત્તાસભર નિ:શુલ્ક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ સતત સજાગ હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું… સાથે ભવિષ્યમાં પણ જો કોઈ હોસ્પિટલ માનવ સેવા જેવી પવિત્ર જવાબદારીને અવગણીને ગેરરીતિ કે માનવતા વિરોધી વર્તન કરશે, તો રાજ્ય સરકાર દ્વારા વધુ કડક પગલાં લેવાની ચેતવણી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સુચન મુજબ, સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં 4 ખાનગી હોસ્પિટલમાંથી 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવામાં આવી છે.

આ હોસ્પિટલો પર તવાઈ:

1. દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર, ગોધરા, પંચમહાલ (HOSP24T130518)
➡️ સ્થિતિ: સસ્પેન્ડ
▪️PICU અને NICU માટે જરૂરી માપદંડોની પૂર્તતા નહોતી
▪️એક્સપાયર્ડ દવાઓ મળી
▪️MBBS ડોકટર હાજર નહોતા
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું
▪️ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું

2. કાશીમા હોસ્પિટલ, ભરુચ (HOSP24T170981)
➡️ સ્થિતિ: સસ્પેન્ડ
▪️PICU અને NICU માટેની માપદંડ પૂરા નહોતા
▪️ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું
▪️નર્સિંગ સ્ટાફ કવોલીફાઈડ નહોતાં
▪️બપોરના ૧૨ વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતા
▪️BU પરમીશન અને ફાયર NOC ઉપલબ્ધ નહોતાં

3. મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ, કાલોલ, પંચમહાલ (HOSP24T132829)
➡️ સ્થિતિ: કારણદર્શક નોટિસ આપવામાં આવેલ
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

4. મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર, દેવગઢ બારિયા, દાહોદ (HOSP24T148571)
➡️ સ્થિતિ: કારણદર્શક નોટિસ આપવામાં આવેલ
▪️NICU માં એક્સપાયર્ડ દવાઓ મળી
▪️હોસ્પિટલ દ્વારા CCTV ફૂટેજ આપવા ઈનકાર કર્યો
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

આ બાબતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે નિવેદન આપતા જણાવ્યું કે “રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે માનવતાને પ્રથમ સ્થાન આપવાનો સંકલ્પ છેપી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે. વધુમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે – “ભવિષ્યમાં પણ સરકારી યોજનામાં માનવ સેવા વિરુદ્ધ વર્તન કરનાર હોસ્પિટલ સામે રાજ્ય સરકાર કડકથી કડક પગલાં લેતી રહેશે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code