1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નિવૃતિના 5 વર્ષ કે ઓછો સમય બાકી છે, એવા શિક્ષકોને ટેટ આપવી નહીં પડે
નિવૃતિના 5 વર્ષ કે ઓછો સમય બાકી છે, એવા શિક્ષકોને ટેટ આપવી નહીં પડે

નિવૃતિના 5 વર્ષ કે ઓછો સમય બાકી છે, એવા શિક્ષકોને ટેટ આપવી નહીં પડે

0
Social Share

ગાંધીનગર.21 જાન્યુઆરી 2026:  રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકો માટે ટેટ (Teacher Eligibility Test) સંબંધે સ્પષ્ટ નિર્ણય લીધો છે. જે શિક્ષકોને નિવૃત્તિમાં પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે, તેવા શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયને કારણે નિવૃતિ વય નજીક પહોંચેલા શિક્ષકોને રાહત થશે.

રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી તમામ શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરાતા નિવૃતિ વયે પહોંચેલા શિક્ષકોમાં અસંતોષ ઊભો થયો હતો. આ નિર્ણય અંતર્ગત વર્ષ 2011 પહેલાં ભરતી થયેલા તેમજ 2011 પછી ભરતી થયા હોવા છતાં હજુ સુધી ટેટ પાસ ન કરનારા શિક્ષકોની વિગતવાર માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ માટે જિલ્લાવાર અને શાળાવાર ડેટા માંગવામાં આવતા શિક્ષણ જગતમાં અસંતોષ અને ચિંતા ફેલાઈ હતી  આ મામલે ખાસ કરીને નિવૃત્તિ નજીક આવેલા વરિષ્ઠ શિક્ષકો માટે આ નિર્ણય પડકારરૂપ બન્યો હતો. શિક્ષક સંઘ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે લાંબા સમયની સેવા અને અનુભવ હોવા છતાં, ઉંમરના આ તબક્કે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી માનસિક અને શારીરિક રીતે મુશ્કેલ બની શકે છે. આ રજૂઆતોને ધ્યાને લઈને શિક્ષણ વિભાગે વરિષ્ઠ શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના કહેવા મુજબ, જે શિક્ષકોની નિવૃત્તિ હવે પાંચ વર્ષ કે તેથી ઓછા સમયગાળામાં નિશ્ચિત છે, તેમને ટેટ પરીક્ષા આપવાની ફરજ રહેશે નહીં. જોકે, નિવૃત્તિ માટે વધુ સમય બાકી હોય તેવા શિક્ષકો માટે ટેટ અંગે સરકાર આગામી સમયમાં સ્પષ્ટ નીતિ અથવા માર્ગદર્શિકા જાહેર કરી શકે છે. આ માટે બિન-ટેટ પાસ શિક્ષકોની અલગ-અલગ યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code