સુરેન્દ્રનગર, 7 એપ્રિલ 2026: Thangadh’s pottery booms as demand increases ગુજરાતભરમાં થાનગઢના માટલાં જાણીતા છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં ઠંડા પાણી માટે લોકો માટલાંની ખરીદી કરતા હોય છે. ત્યારે ઉનાળામાં માટલાંની માગ વધતા હોય છે. થાનગઢના સિરામિક ઉદ્યોગમાં વ્યાપક મંદી છે. ત્યારે માટલાં ઉદ્યોગમાં તેજી છે. તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી માટલાંનો ઓર્ડર મળતા માટલાં બનાવવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. અને તેના થકી 5000 શ્રમજીવીઓ રોજગારી મેળવી રહ્યા છે.
થાનગઢમાં ગરમીની સીઝનમાં અનેક લોકો માટલા બનાવવાના કામ થકી સ્થાનિક કક્ષાએ રોજગારી મેળવતા થયા છે. હાલ ફ્રિજ અને ઠંડા પીણા વચ્ચે પણ આરોગ્યપ્રદ માટલાનું પાણીની માંગથી માટલા વેચાણ અવિરત ચાલુ છે. અહીં ગરમીની સીઝનમાં 2 કરોડથી વધુનું ટર્ન ઓવરનો ધંધો કરવા સાથે 5000 શ્રમિકોને રોજગારી આપી રહ્યો છે. હાલ આધુનિક યુગમાં ઉનાળાની સીઝનમાં લોકો મોટા ભાગે ગરમીથી રાહત મેળવવા ફ્રીજમાં રાખેલુ ઠંડુ પાણી અને પીણા પી તરસ બુજાવતા હોય છે.ત્યારે બદલાતા યુગમાં પણ વર્ષોથી પરંપરાગત પાણીયારાની શોભા વધારતા ઝાલાવાડી માટીના માટલાનું મહત્વ પણ હજુ અંક બંધ રહ્યુ છે. થાનમાં માટલાં બનાવવાના 40થી 45 કારખાના આવેલા છે. ચાકડા ઉપર દૈનિક 2000થી 2500 બનાવવામાં આવે છે. અહીંના માટલા રાજ્યના વિવિધ જિલ્લામાં અને દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે. માટલા બનાવવામાં મુખ્યત્વે મહિલા કારીગરો પણ પુરૂષ સમોવડી થઇ માટલાઓ પર અલગ અલગ ડિઝાઇન પણ બનાવે છે. જેમાં પેન્ટિંગ સહિત વિવિધ ડિઝાઇનનું અને કલાત્મક ચિત્રકામ પણ કરે છે. દેશી લાલ તેમજ કાળી માટીના માટલાની માંગમાં દેશભરમાં વધારો થયો છે.
માટલાં બનાવતા ઉદ્યોગકારના કહેવા મુજબ માટીના સ્વભાવમાં આલ્કલાઇન નામનું એસિડિક તત્વ હોવાથી માટલાંના પાણીની અંદર એસિડ થવા દેતું નથી પીએચ સંતુલિત રાખે છે પાચન થવામાં સરળતા રહે છે. ગોળાના પાણી પીવાથી ગળાની અંદર નુકસાની આવતી નથી. માટીના વાસણમાં પાણી ભળવાથી કુદરતી મિનરલ્સ બની જાય છે. ફ્રિજના પાણીમાં એસિડિટી ગેસ પાચન ન થવું તે તત્વો માટીના વાસણના પાણીમાં હોતા નથી. કોઇ પણ વ્યક્તિને પીવાનું પાણી બોડી ટેમ્પ્રેચર અને રૂમ ટેમ્પ્રેચરની સમકક્ષ ઠંડુ પીવું જોઇએ. ફ્રિઝમાં રાખેલુ પાણી અતિઠંડુ હોવાથી દાતમાં કળતર થવા સાથે પ્લાસ્ટિકની બોટલમાં ભરેલુ રાખ્યુ હોવાથી આરોગ્ય માટે ફાયદો નથી, જ્યારે માટલાનું પાણી રૂમ ટેપ્રેચર જેટલુ અનુકુળ હોય છે. પહેલાના જમાનામાં માટલાઓ બનાવવા માટે ચાકડા બનાવવામાં આવતા હતા. પરંતુ હાલ મોટર સંચાલિત મશીન પર માટલા બનાવવામાં આવી રહ્યા છે. જે પ્રમાણમાં ચાકડા કરતા બનાવવામાં સરળતા રહે છે.


