જોધપુર, 22 સપ્ટેમ્બર, 2026 – Tejas fighter jet ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ. પી. સિંહ અને જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સના ચીફ ઓફ સ્ટાફ જનરલ ટાકેહિરો મોરિટાએ જોધપુરમાં ફોર્મેશન શોર્ટી (ઉડાન) દરમિયાન ભારતના સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ માં એકસાથે ઉડાન ભરી હતી. બંને દેશોના વાયુસેના વડાઓ દ્વારા આ ઉડાન એવા સમયે ભરી છે જ્યારે ભારતીય વાયુસેના અને જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ જોધપુરમાં સંયુક્ત વાયુ સૈન્ય અભ્યાસ ‘વીર ગાર્ડિયન 2026’ નો પ્રારંભ કરી રહ્યા છે.
દ્વિપક્ષીય અભ્યાસના ભાગરૂપે પ્રથમ વખત જાપાની ફાઇટર એરક્રાફ્ટ ભારતીય ધરતી પરથી પોતાની કામગીરી કરી રહ્યા છે, જે બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
જોધપુરમાં ઉડાન ભરીને મીડિયા સાથે વાતચીત કરતા એર ચીફ માર્શલ સિંહે જણાવ્યું હતું કે, ભારતીય ધરતી પર જાપાની ફાઇટર જેટનું આ પ્રથમ ઓપરેશન દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે.
During #ExerciseVeerGuardian26, Chief of the Air Staff Air Chief Marshal AP Singh and Chief of Staff, Japan Air Self-Defense Force General Takehiro Morita took to the skies in the LCA Tejas at Air Force Station Jodhpur.
Flying as ‘Eagle One’, Air Chief Marshal AP Singh led the… pic.twitter.com/2zyvgkDATI
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) September 21, 2026
જાપાની વાયુસેનાના વડાએ ભારત તરફથી મળેલા ઉષ્માભર્યા આતિથ્ય સત્કારની પ્રશંસા કરી હતી અને ‘તેજસ’ ફાઇટર વિમાનને ભારતની તકનીકી નવીનતા (ટેકનોલોજીકલ ઇનોવેશન) અને દેશના ‘મેક ઇન ઇન્ડિયા‘ અભિયાનનું પ્રતીક ગણાવ્યું હતું.
મંગળવારે પૂર્ણ થનારા આ 14-દિવસીય અભ્યાસમાં અદ્યતન ઓપરેશનલ મિશન અને બંને વાયુસેનાઓ વચ્ચેના વ્યાપક વ્યાવસાયિક આદાનપ્રદાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સૈન્ય અભ્યાસમાં સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ, સુખોઈ Su-30MKI અને રાફેલ સહિત ભારતીય વાયુસેનાના અગ્રણી લડાયક વિમાનો સામેલ છે, જ્યારે જાપાન તેના F-2A ફાઇટર એરક્રાફ્ટ સાથે ભાગ લઈ રહ્યું છે.


