1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભચાઉના બંધણીમાં મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકો સામે ગ્રામજનોનું આંદોલન
ભચાઉના બંધણીમાં મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકો સામે ગ્રામજનોનું આંદોલન

ભચાઉના બંધણીમાં મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકો સામે ગ્રામજનોનું આંદોલન

0
Social Share
  • મીઠા ભરેલી ટ્રકોની સતત અવર-જવરથી માર્ગ જર્જરિત બન્યો
  • ગ્રામજનોએ 200થી વધુ મીઠા ભરેલી ટ્રકો અટકાવી
  • ગામ વચ્ચેથી પૂરફાટ ઝડપે જતા ડમ્પરોને લીધે અકસ્માતનો ભય

ભૂજઃ ભચાઉના બંધણી ગામ વચ્ચેથી પસાર થતા મુખ્ય માર્ગ પર મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકોની 24 કલાક અવર-જવર રહેતી હોય છે, ગામ વચ્ચેથી પૂરફાટ ઝડપે દોડતા મીઠા ભરેલા ડમ્પરોને કારણે ગ્રામજનો કંટાળી ગયા છે. સતત ટ્રકોની અવર-જવરને કારણે રોડ પણ તૂટી ગયો છે. તેથી એસટી બસ, એમ્બ્યુલન્સ જેવા સરકારી વાહનો પણ આવી શકતા નથી. જેને પગલે ગ્રામજનો રોષે ભરાયા હતા અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. 200 જેટલાં મીઠા ભરેલા ડમ્પરોને રોકતા ટ્રાફિકજામ સર્જાયો હતો, ગ્રામજનોએ બાયપાસ માર્ગ બનાવવાની માગ કરી છે

ભચાઉના બંધણી ગામના ગ્રામજનોએ મીઠા ભરેલી ઓવરલોડ ગાડીઓ સામે વિરોધ નોંધાવી 200 જેટલા ડમ્પર અટકાવ્યાં હતા. આ મીઠા ભરેલા ડમ્પરો ગામમાંથી પસાર થતાં ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. ઓવરલોડ વાહનોથી રસ્તાની હાલત કાયમ બિસ્માર રહે છે. એસટી બસ, એમ્બ્યુલન્સ જેવા સરકારી વાહનો પણ આવી શકતા નથી. જેને પગલે ગ્રામજનો આજે રોષે ભરાયા હતા અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. ગ્રામજનોએ બાયપાસ માર્ગ બનાવવાની માગ કરી રહ્યા છે.

ભચાઉ તાલુકાના કડોલ નજીક અભ્યારણની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે મીઠું પકવવાની કામગીરીમાં સતત વધારો થતાં મીઠાનું પરિવહન 24 કલાક થઈ રહ્યું છે. રણમાંથી ઓવરલોડ મીઠું ભરીને બંધણી ગામ વચ્ચેથી પસાર થતા ડમ્પર સામે અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં અંતે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જેના કારણે 200થી પણ વધુ મીઠા ભરેલી ગાડીઓની કતારો લાગી હતી. ગ્રામજનોની માગ છે કે, નમક પરિવહન કરતા માલવાહક વાહનો માટે બાયપાસ માર્ગ બનાવવો જોઈએ.

બંધણીના ગ્રામજનોના કહેવા મુજબ ગામમાંથી એક સાથે 50 જેટલી મીઠાની ઓવરલોડ ગાડીઓ ચાલે છે, જેના કારણે ગ્રામજનો રસ્તા પર અવરજવર કરી શકતા નથી. બેફામ દોડતા ડમ્પરને લઈ બાળકો શાળાએ જવામાં ડરે છે. ઓવરલોડ વાહનોથી રસ્તાની હાલત કાયમ બિસ્માર રહે છે. જર્જરિત માર્ગ હોવાથી એસટી બસ, એમ્બ્યુલન્સ જેવા સરકારી વાહનો આવી શકતા નથી. એટલુ જ નહીં ભચાઉથી બંધણી આવવા રિક્ષાઓ પણ તૈયાર થતી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code