1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાપીના રણછોડનગરના એક ફ્લેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો પકડાયો
વાપીના રણછોડનગરના એક ફ્લેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો પકડાયો

વાપીના રણછોડનગરના એક ફ્લેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો પકડાયો

0
Social Share
  • ગાંજાની નાની પડીકી બનાવીને વેચાણ કરાતું હતું,
  • પોલીસે આરોપી લેબર કોન્ટ્રાકટરની ધરપકડ કરી,
  • આરોપીએ ઓરિસ્સાના શખસ પાસેથી ગાંજાનો જથ્થો મળવ્યો હતો.

વલસાડઃ જિલ્લામાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી સામે પોલીસ એવર્ટ બની છે, ત્યારે વાપીના છીરી રણછોડનગરમાં આવેલા ફલેટમાં પોલીસે છાપો મારી 14.269 કિ.ગ્રા. ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી લેબર કોન્ટ્રાકટરની ધરપકડ કરી જથ્થો આપનારા શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. નાની નાની પડીકી બનાવી કોન્ટ્રાક્ટમાં કામ કરતા મજૂરો અને લોકોને આરોપી વેચાણ કરતો હતો.

આ બનાવની વિગત એવી છે કે, વાપીના ડુંગરા પોલીસ મથકના પી.આઇ.એસ.પી.ગોહિલ અને ટીમે મળેલી બાતમીના આધારે છીરીના રણછોડનગરમાં આવેલા આશા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.202માં રહેતા લેબર કોન્ટ્રાકટર અમરેશ ગણેશ પ્રસાદ સિંગ (ઉ.વ.34) ને ત્યાં રેડ પાડી હતી. પોલીસે રેડ દરમિયાન ફલેટમાં સઘન તપાસ કરતા સફેદ પાવડર ભરેલી પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી. પોલીસે એફએસએલની મદદથી હાથ ધરેલા પરિક્ષણ દરમિયાન ગાંજા હોવાનું તારણ બહાર આવ્યું હતું. બાદમાં પોલીસે 14.267 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો, રોકડા રૂ.9600, વજનકાટો, મોબાઇલ મળી કુલ રૂ.1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ગાંજાનું નેટવર્ક ચલાવતા લેબર કોન્ટ્રાકટર અમરેશ સિંગની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની કરેલી પૂછપરછમાં જથ્થો ઓરિસ્સાના શખ્સ પાસેથી મેળવી નાની નાની પડીકી બનાવી મજરો સહિત લોકોને છુટકમાં વેચાણ કરતો હોવાની કબુલાત કરી છે. આરોપી છેલ્લા 20 વર્ષથી વાપીમાં રહી લેબર કોન્ટ્રાક્ટ ચલાવે છે. છેલ્લા એક મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હોવાની કેફિયત રજૂ કરી હતી. પોલીસે એનસીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ઓરિસસાના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાપી તથા આસપાસના વિસ્તારમાં ગાંજાનું મોટેપાયે વેચાણ થાય છે. પોલીસ સમાંયતરે ગાંજાનો જથ્થો જપ્ત કરી ગુનો પણ દાખલ કરે છે. પરંતું આ દુષણ હજી સુધી સંપૂર્ણ બંધ થયું નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code