1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કારના કાચ તોડીને ચોરી કરતો રિઢો આરોપી પકડાતા 15 ગુનાનો ભેદ ઉકેલાયો
કારના કાચ તોડીને ચોરી કરતો રિઢો આરોપી પકડાતા 15 ગુનાનો ભેદ ઉકેલાયો

કારના કાચ તોડીને ચોરી કરતો રિઢો આરોપી પકડાતા 15 ગુનાનો ભેદ ઉકેલાયો

0
Social Share

વડોદરા, 05 માર્ચ 2026Accused of stealing by breaking car windows arrested શહેરના તરસાલી બાયપાસ પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી કિંમતી સામાન ભરેલી બેગોની ચોરીના કેસમાં નાસતા ફરતા રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીએ અગાઉ વડોદરા અને અમદાવાદમાં અનેક ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપીએ વિવિધ 15 ગુનાની કબુલાત કરી છે.

આ બનાવની વિગત એવી હતી કે, ગઈ તારીખ 11 ડિસેમ્બર 2025 ના રોજ રાત્રિના સમયે તરસાલી બાયપાસ પાસે આવેલા એક ફાર્મ હાઉસ પાસે પાર્ક કરેલી ક્રેટા કારનો કાચ તોડી અજાણ્યા શખસોએ અંદર રાખેલી સોનાની ચેઈન, 3000 ડોલર અને કપડાં સહિત કુલ રૂપિયા 1,50,000/- ની કિંમતી વસ્તુઓ ભરેલી 6 બેગોની ચોરી કરી હતી. આ અંગે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોહમ્મદયાકુબ ઉર્ફે સલીમ ઉર્ફે કાજબ અહેમદહુસેન શેખ (રહે. તાંદલજા, મૂળ રહે. વાડી, વડોદરા) ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાના સાગરીતો સાથે મળીને તરસાલી બાયપાસ પાસેની આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે કરેલી પૂછતાછમાં એવી હકિકત જાણવા મળી છે કે, આરોપી મોહમ્મદયાકુબ એક રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ વડોદરા અને અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં કારના કાચ તોડી ચોરી કરવી અને મિલકત સંબંધી ગુનાઓનો સમાવેશ થાય છે. બાપોદ, પાણીગેટ, માંજલપુર, જે.પી. રોડ, મકરપુરા અને હરણી પોલીસ સ્ટેશનના ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત અમદાવાદના વસ્ત્રાપુર અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના ગુનાઓનો સમાવેશ થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code