1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધ્રાંગધ્રા -અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ એસટી બસ અથડાતા 17ને ઈજા
ધ્રાંગધ્રા -અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ એસટી બસ અથડાતા 17ને ઈજા

ધ્રાંગધ્રા -અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ એસટી બસ અથડાતા 17ને ઈજા

0
Social Share
  • એસટી બસની બ્રેક ન લાગતા ટ્રક પાછળ ટક્કર,
  • બસના પ્રવાસીઓએ બુમાબુમ કરી મુકી,
  • પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી

ધ્રાંગધ્રાઃ રાજ્યમાં ધોરી માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર મોડી રાતે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રક રોડ સાઈડ પર ઊભી હતી, ત્યારે એસટી બસ ટ્રકની પાછળ અથડાતા 17 જેટલાં પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. એસટી બસને બ્રેક ન લાગતા આ અકસ્માતનો બનાવ બન્યો હતો. જોકે સદભાગ્યો કોઈ જાનહાની થઈ નહોતી.

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, ધ્રાંગધ્રા- અમદાવાદ હાઈવે પર ધૂમઠ ચોકડી નજીક ટ્રક પાછળ એસટી બસનો મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ ચાલકે બ્રેક ન લાગતા ટ્રકની પાછળ ટક્કર મારી હતી. જેમાં એસટી બસમાં સવાર 17થી વધુ લોકોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ધૂમઠ ચોકડી નજીક હાઇવે પર ગઈકાલે રાત્રિના 12 કલાકની આસપાસ ટ્રક સાઈડમાં ઊભી હતી. તે સમયે એસટી બસની બ્રેક ન લાગતા ટ્રક પાછળ ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 17 પ્રવાસીઓને  ઇજાઓ થઈ હતી. 108 દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા પ્રવાસીઓ અને બસચાલકને બહાર કાઢી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો પોલીસે અકસ્માતનો ગનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code