1. Home
  2. ગુજરાતી
  3. નાગપુર નજીક ડેટોનેટર બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતાં 17ના મોત, 18 કામદારો ગંભીર
નાગપુર નજીક ડેટોનેટર બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતાં 17ના મોત, 18 કામદારો ગંભીર

નાગપુર નજીક ડેટોનેટર બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતાં 17ના મોત, 18 કામદારો ગંભીર

0
Social Share

નાગપુર,1 માર્ચ 202617 killed in blast at detonator manufacturing company near Nagpur મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આજે  રવિવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જિલ્લાના કલમેશ્વર તાલુકાના રાઉલગાંવ વિસ્તારમાં આવેલી ડેટોનેટર  બનાવતી SBL એનર્જી લિમિટેડ કંપનીમાં આજે સવારે ભયાનક બ્લાસ્ટ થતાં 17 કર્મચારીઓના મૃત્યુ થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.

કમલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, તાલુકાના રાઉલગાંવમાં દારૂ-ગોળા બનાવતી SBL એનર્જી કંપનીમાં આજે સવારે આશરે 7 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો. તે સમયે કંપનીમાં 32 કર્મચારીઓ અને 2 સુપરવાઇઝર કામ કરી રહ્યા હતા. કંપનીમાં ડેટોનેટર (detonator) બનાવવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે તારને ડેટોનેટર સાથે જોડવામાં આવી રહ્યો હતો. બ્લાસ્ટનો પ્રચંડ અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, ધમાકાના કારણે આખી બિલ્ડિંગ તબાહ થઈ ગઈ છે અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બિલ્ડિંગમાંથી કાળો ધુમાડો ઊડતો જોવા મળી રહ્યો છે. ધુમાડા સાથે બ્લાસ્ટનો ભયંકર અવાજ પણ સંભળાઈ રહ્યો છે. વીડિયોમાં આસપાસના લોકો ભાગતા જોવા મળી રહ્યા છે.

નાગપુરના કલમેશ્વરમાં આવેલી SBL એનર્જી લિમિટેડ (અગાઉ સ્પેશિયલ બ્લાસ્ટ લિમિટેડ) ઔદ્યોગિક વિસ્ફોટકોની એક અગ્રણી ઉત્પાદક કંપની છે. આ કંપની ખાણકામ પ્રોજેક્ટ્સ માટે વિસ્ફોટકો, ડેટોનેટર જેવા વિસ્ફોટકો બનાવે છે. રવિવારે સવારે કર્મચારીઓએ કામ શરૂ જ કર્યું હતું, ત્યારે જ પ્લાન્ટમાં ડેટોનેટર બનાવવાની પ્રક્રિયા દરમિયાન એક જોરદાર ધડાકો થયો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code