1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસના 5 મશીન 15 દિવસથી બંધ, દર્દીઓને મુશ્કેલી
સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસના 5 મશીન 15 દિવસથી બંધ, દર્દીઓને મુશ્કેલી

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસના 5 મશીન 15 દિવસથી બંધ, દર્દીઓને મુશ્કેલી

0
Social Share
  • ડાયાલિસિસ સેન્ટરમાં પ્રતિદિન 20થી વધુ ગરીબ દર્દીઓ આવે છે,
  • અમદાવાદની IKDRC સંસ્થાના ઢીલા વલણને પગલે પખવાડિયા મશીન બંધ,
  • દર્દીઓનો કલાકો સુધી બેઠા પછી નંબર આવે છે

સુરતઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં 14 ડાયાલિસિસના મશીન પૈકી પાંચ મશીન છેલ્લા પખવાડિયાથી બંધ હોવાથી દર્દીઓને કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડે છે. અમદાવાદની IKDRC સંસ્થાના ઢીલા વલણને પગલે પખવાડિયા મશીન બંધ છે,  જેની દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. કિડનીની તકલીફ ધરાવતા દર્દીઓ માટે ડાયાલિસિસ એ મહત્ત્વની સારવાર હોય છે.

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગમાં ચોથા માળે આવેલા ડાયાલિસિસ સેન્ટરમાં 14 ડાયલિસિસ મશીન છે. જેમાં બે મશીન HIV જેવા દર્દીઓ માટે રિઝર્વ મૂકવામાં આવ્યા છે, જ્યારે 12 મશીન અન્ય દર્દીઓ માટે છે. આ ડાયાલિસિસ સેન્ટરમાં પ્રતિદિન અંદાજિત 20થી વધુ દર્દીઓ સારવાર કરાવવા માટે આવે છે. ડાયાલિસિસની સારવારમાં ઘણો સમય લાગતો હોય છે. આવા સંજોગો છેલ્લા પખવાડિયાથી પાંચ ડાયાલિસિસ મશીન બંધ થઈ ગયા છે. જેથી, આર્થિક રીતે નબળા દર્દીઓ ખાનગી સેન્ટરના ચાર્જ ચૂકવી શકે તેમ નથી. આવા જરૂરિયાતમંદ દર્દીઓ વહેલી સવારથી ડાયાલિસિસ માટે આવે છે પણ ધક્કા ખાવા પડે છે. દર્દીઓનો  કલાક સુધી બેસી રહ્યા પછી નંબર લાગે છે. જેથી તેમના સંબંધીઓ પણ હેરાન થઈ રહ્યા છે.

સિવિલના ડાયાલિસિસ સેન્ટરમાં ડાયાલિસિસ અંગેના મશીન સહિતની જરૂરી તમામ વ્યવસ્થા અમદાવાદ ખાતેની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) દ્વારા કરવામાં આવતી હોય છે. જોકે, બંધ પડેલા મશીનને તાકીદે ચાલુ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં આ IKDRCના ઢીલા વલણને પગલે હજુ સુધી મશીન કાર્યરત થયા નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code