1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દ્વારકાના ગોમતીઘાટમાં નહાવા પડેલા 7 પ્રવાસી ડૂબ્યા, યુવતીનું મોત
દ્વારકાના ગોમતીઘાટમાં નહાવા પડેલા 7 પ્રવાસી ડૂબ્યા, યુવતીનું મોત

દ્વારકાના ગોમતીઘાટમાં નહાવા પડેલા 7 પ્રવાસી ડૂબ્યા, યુવતીનું મોત

0
Social Share
  • 6 પ્રવાસીને બચાવી લેવાયા,
  • દરિયામાં કરંટને લીધે ગોમતી નદીમાં પ્રવાહ વધી ગયો,
  • ઊંટવાળાએ ડૂબતા પ્રવાસીઓને બચાવ્યા

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીમાં નહાવાનું મહાત્મ્ય છે. ઘણા પ્રવાસીઓ ગોમતી ઘાટ પર નહાવા માટે જતા હોય છે. દરમિયાન આજે બપોરે ગોમતી નદીમાં નહાવા ગયેલા 7 પ્રવાસી ડૂબ્યાં હતાં, જેમાં 4 યુવક અને 3 યુવતીનો સમાવેશ થાય છે. ડૂબેલા લોકોમાંથી એક યુવતીનું મોત થયું છે, જ્યારે અન્ય 6 પ્રવાસીઓને બચાવી લેવાયા છે. મૃતક યુવતીની ઓળખ ભાગ્યેશ્વરી તરીકે થઇ છે, જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ પ્રવાસીઓ જામનગરના હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

દ્વારકામાં આજે ગોમતી નદીમાં કેટલાક પ્રવાસીઓ નહાવા માટે ગયા હતા.  જેમાં 7 પ્રવાસીઓ નહાવા માટે ગોમતી નદીમાં પડ્યા હતા આજે સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતાં 4 યુવક અને 3 યુવતી મળી કુલ 7 પ્રવાસી ડૂબ્યાં હતા. આ બનાવની જાણ થતાં ફાયરની ટીમ તેમજ સ્થાનિક ઊંટ ચલાવનાર લોકોએ ડૂબતા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતુ.જેમાં 6 પ્રવાસીઓને બચાલી લેવાયા હતા. જ્યારે એક યુવતીનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને રેસ્ક્યૂ કરેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં બે મહિલાની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે જામનગર ખસેડાઈ છે.

આ ઘટના બની ત્યારે એક ઊંટની સવારી કરાવાવાળી વ્યક્તિએ તરત જ પોતાનું ઊંટ નદીમાં ઉતાર્યું હતું અને ડૂબતા લોકોને બચાવ્યા હતા. બાદમાં રેસ્ક્યૂ બોટ આવી અને ડૂબતા લોકોને બચાવ્યા હતા. ત્યાં હાજર સ્થાનિકોએ ઊંટ અને બોટથી રેસ્ક્યૂનો વીડિયો પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યો હતો. જો આ ઘટનામાં ઊંટવાળો સમયસર ન પહોંચ્યો હોત તો ઘટના વધુ ગંભીર બની હોત. પ્રાથમિક માહિતી અનુસાર, પ્રવાસીઓ જામનગરના હોવાનું આવ્યું સામે આવ્યું છે. ડૂબવાની ઘટનામાં ભાગ્યેશ્વરી નામની એક યુવતીનું મોત નીપજ્યું છે. તો અન્ય બે યુવતી ગંભીર રીતે ઘાયલ છે. તમામ ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code