Homeગુજરાતીગુજરાતગુજરાતના તમામ 252 તાલુકામાં નિશુલ્ક ડાયાલિસીસ સુવિધા શરૂ કરાશેઃ સરકારનો નિર્ણય

ગુજરાતના તમામ 252 તાલુકામાં નિશુલ્ક ડાયાલિસીસ સુવિધા શરૂ કરાશેઃ સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ  રાજ્યમાં કિડનીના રોગથી પીડાતા દર્દીઓ માટે જીવાદોરી સમાન ‘વન ગુજરાત, વન ડાયાલિસીસ’ કાર્યક્રમ અંતર્ગત હાલમાં 82 નિઃશુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત છે.વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ નવા 162 ડાયાલિસીસ કેન્દ્રો કાર્યાન્વિત કરવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે. આ ઉપરાંત રાજ્યના તમામ 252 તાલુકામાં નિ:શુલ્ક ડાયાલિસીસ સુવિધા આગામી સમયમાં ઉપલબ્ધ કરાવાશે. તેમજ મોબાઈલ ડાયાલિસીસ વાન પણ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. કાર્યરત થનારા તમામ કેન્દ્રો પર ડાયાલિસીસની વૈશ્વિક કક્ષાની અને એકસમાન સુવિધા ઉપલબ્ધ થશે. તેમ પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.

તેમણે ‘વન ગુજરાત, વન ડાયાલિસીસ’ કાર્યક્રમની વધુ  વિગતો આપતાં કહ્યું હતું કે, કિડનીના દર્દીઓને ડાયાલિસીસ સુવિધાઓ પૂરી પાડવા માટે ‘One Gujarat One Dialysis’ના અભિગમ સાથે દેશનું સૌથી મોટું ડાયાલિસીસ નેટવર્ક રાજ્યમાં કાર્યરત છે. આ પ્રકારનો આરોગ્ય કાર્યક્રમ ભારતમાં પ્રથમ વખત સાકાર થવા જઈ રહ્યો છે, જે દેશનો સૌથી મોટો ડાયાલિસીસ ચેઈન પ્રોજેક્ટ છે. રાજ્યના દરેક તાલુકાઓમાં ડાયાલિસીસ સુવિધાઓ મળી રહે તેવા પ્રકારનું આયોજન રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યું છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં 672થી વધુ ડાયાલિસીસ મશીનો સાથે 82 ડાયાલિસીસ કેન્દ્રોમાં 17 લાખથી વધુ વખત નાગરિકોએ ડાયાલિસીસ સુવિધાનો વિનામૂલ્યે લાભ લીધો છે. ગુજરાત મોડલથી પ્રભાવિત થઈને રાજ્ય બહારના પરિવારો આ સેવાનો લાભ લેવા માટે કાયમી ધોરણે ગુજરાતમાં આવીને વસ્યા છે.  ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તથા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2013માં 30 થી 40 કિલોમીટર ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર ઉપલબ્ધ કરાવવા ‘ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ’ની શરૂઆત કરી હતી. વિનામૂલ્યે ડાયાલિસીસની સુવિધા સાથે ડાયાલિસીસ કેન્દ્ર સુધી જવા માટે પીએમ-જનઆરોગ્ય યોજના હેઠળ ભાડા પેટે રૂ.300 આર્થિક સહાય પણ આપવામાં આવે છે.

મંત્રીએ કહ્યું હતું કે, આ તમામ સારવાર કિડની હોસ્પિટલના નેફ્રોલૉજિસ્ટ ડૉક્ટરોના સતત માર્ગદર્શનમાં થાય છે. રાજ્યમાં પ્રવર્તમાન 82 કેન્દ્રોમાં આશરે 3,500 થી વધુ દર્દીઓ ડાયાલિસીસની સારવારનો લાભ મેળવી રહ્યાં છે. આ ડાયાલિસીસ કેન્દ્રોનું સંપૂર્ણ સંચાલન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર-આઈ.કે.ડી.આર.સી., અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દરેક સેન્ટર પર ચાલી રહેલા ડાયાલિસીસનું ટેલિ-નિરીક્ષણ અને ડાયાલિસીસ મશીનનો તમામ લાઈવ ડેટા ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ હેઠળ મળતો રહે છે,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments