Homeગુજરાતીગુજરાતસુરતમાં સંગીની હબ-2 ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 7 દૂકાનો બળીને ખાક

સુરતમાં સંગીની હબ-2 ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 7 દૂકાનો બળીને ખાક

સુરત, 29 સપ્ટેમ્બર, 2026 : Massive fire breaks out in Sangi’s Hub-2 textile market શહેરમાં સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટના પહેલા માળે લાગેલી આગે વિકરાળરૂપ ધારણ કરતા સમગ્ર સંકુલમાં અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટમાં વેપારીઓ અને ખરીદદારોની ભીડ હતી ત્યારે જ આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગ લાગ્યની જાણ ફાયર બ્રિગેડને કરાતા અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી 10થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને 3-4 કલાકની ભારે જેહમત બાદ આગ કાબૂમાં આવી હતી. આ દુર્ઘટનામાં 7 દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ અને ખરીદદારોની ભીડ હતી.  ત્યારે માર્કેટના પહેલા માળે આવેલી એક દુકાનમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું,  ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા ચારેતરફ ફેલાઈ ગયા હતા. ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી જતાં શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થઈ હતી, જેને પગલે માર્કેટમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે બહાર દોડી ગયા હતા. આ બનાવની જાણ થતાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી 15થી વધુ ફાયર ટેન્ડરો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.  ફાયર જવાનોએ તાત્કાલિક માર્કેટ ખાલી કરાવીને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી આગળ વધી રહી છે, જેને રોકવા માટે ફાયર વિભાગ દ્વારા ચારેય તરફથી પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular