1. Home
  2. ગુજરાતી
  3. ભારતે પાકિસ્તાનના આતંકી અડ્ડોઓ પર કરી એરસ્ટ્રાઈક, 100થી વધુ આતંકીઓનો ખાતમો
ભારતે પાકિસ્તાનના આતંકી અડ્ડોઓ પર કરી એરસ્ટ્રાઈક, 100થી વધુ આતંકીઓનો ખાતમો

ભારતે પાકિસ્તાનના આતંકી અડ્ડોઓ પર કરી એરસ્ટ્રાઈક, 100થી વધુ આતંકીઓનો ખાતમો

0
Social Share
  • પાકિસ્તાન પર હુમલાને ઓપરેશન સિન્દુર નામ અપાયું
  • ગત મધરાત બાદ રાતે 1.28 કલાકે આતંકવાદીઓના 9 સ્થળો પર એરસ્ટ્રાઈક
  • 23 મીનીટના હવાઈ હુમલાથી પાકિસ્તાન હચમચી ગયું

નવી દિલ્હીઃ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કરેલા હુમલાનો ભારતે આજે ઓપરેશન સિંન્દુર હાથ ધરીને બદલો લીધો છે. ગઈ મધરાત બાદ 1.28થી 1.51 એટલે કે માત્ર 23 મીનીટમાં ભારતિય લશ્કરે કરેલા હુમલાથી પાકિસ્તાન ફફડી ગયું છે. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. ગત મધરાતે લગભગ 1.30 વાગ્યે બહાવલપુર, મુરીદકે, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ હુમલા કરવામાં આવ્યા હતા. આ એ જ સ્થળો છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો. પાકિસ્તાનના સ્થાનિક અહેવાલો અનુસાર, બહાવલપુરમાં હવાઈ હુમલા બાદ 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના 4, લશ્કર-એ-તૈયબાના 3 અને હિઝબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ભારતીય સેનાએ ગત મધરાતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કર્યું. આર્મીએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)માં આતંકીઓના નવ ઠેકાણા પર સટીક અને મર્યાદિત હુમલા કર્યા. આ કાર્યવાહી એકદમ ઉશ્કેરણી વગરની રહી અને કોઈ પણ પાકિસ્તાની સૈન્યના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા નથી. હુમલા એ જગ્યા પર થયા જ્યાં ભારત પર આતંકી હુમલાના કાવતરા ઘડવામાં આવતા હતા. આખરે સેનાએ 1.51 પર પુષ્ટિ કરી કે, પહેલગામ આતંકી હુમલામાં ‘ન્યાય મળ્યો’. નીચે વાંચો ‘ઓપરેશન સિંદૂર’ની 1.28 AM: ભારતીય સેનાના ઓફિશિયલ હેન્ડલ ADGPIએ ટ્વિટ કર્યું: પ્રહરણ સન્નિહિતાહ, જયાય પ્રશિક્ષિતા: એટલે હુમલો કરવા માટે તૈયાર, વિજય માટે પ્રશિક્ષિત. આનાથી ઓપરેશન શરૂ થવાનો સંકેત મળ્યો.

1.28 AMથી 1.51 AM વાગ્યાની વચ્ચે, પાકિસ્તાનના ઘણા ભાગોમાં જોરદાર વિસ્ફોટો થયા. ખાસ કરીને મુઝફ્ફરાબાદ જેવા વિસ્તારોમાં, સ્થાનિક લોકોએ ગ્રીડ સ્ટેશનો પર મિસાઇલ હુમલા વિશે વાત કરી. આખા પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ હતો.

પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે 24 મિસાઇલો છોડી હતી. સમાચાર એજન્સીના કહેવા મુજબ  વડાપ્રધાન મોદી આખી રાત ઓપરેશન સિંદૂર પર નજર રાખતા રહ્યા હતા

ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાની લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યો ન હતો. આતંકવાદીઓના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું છે. બીજી તરફ,  મીડિયાના અહેવાલ મુજબ આ એક સંયુક્ત લશ્કરી કાર્યવાહી હતી, જેમાં ભારતીય સેના અને વાયુસેનાએ સંયુક્ત રીતે પ્રિસિઝન સ્ટ્રાઈક હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલા માટે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાન બનાવવાના હેતુથી લક્ષ્યો પસંદ કર્યા હતા. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જિયો ટીવીને જણાવ્યું હતું કે ભારતે પોતાના હવાઈ ક્ષેત્રથી પાકિસ્તાન પર મિસાઇલ હુમલા કર્યા હતા, જે સીધા નાગરિક વિસ્તારો પર પડ્યા હતા. (file photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code