
પાકિસ્તાને ઉપયોગ કરેલા ચીન નિર્મિત હથિયારો અને મિસાઇલોનો ભારતે ખાત્મો બોલાવી દીધો છે: એર માર્શલ એ.કે.ભારતી
નવી દિલ્હીઃ સેનાના ત્રણેય પાંખના વડાએ આજે ફરીથી પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદ અને આતંકવાદીઓને સાથ આપ્યો છે.પાકિસ્તાને ભારતીય નાગરિકો ઉપર હુમલો કર્યો ત્યારે ભારતીય સેના અડીખમ ઉભી રહી હતી. DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઇએ કહ્યું કે,ભારતીય સંરક્ષણ સિસ્ટમને ભેદવી દુશ્મન માટે અશક્ય છે. તેમણે કહ્યું કે પાકિસ્તામાં થયેલા નુકસાન માટે પાકિસ્તાન જ જવાબદાર છે. તેવું એર માર્શલ એ.કે.ભારતીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ઉપયોગ કરેલા ચીન નિર્મિત હથિયારો અને મિસાઇલોનો ભારતે ખાત્મો બોલાવી દીધો છે. ભારતે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને નૂર ખાન એર બેઝ નષ્ટ કરી દીધા છે. હું ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે આપણા બધા લશ્કરી થાણાઓ અને આપણા બધા સાધનો અને સિસ્ટમો કાર્યરત છે અને જરૂર પડે તો આગામી મિશન માટે તૈયાર પણ છે.
DGMO લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ડ્રોન આપણા ગ્રીડને કારણે નષ્ટ થયાં, બોર્ડ સિક્યોરિટી ફોર્સના કારણે જ પાકિસ્તાનના નાપાક હરકતનો વિનાશ શક્ય બન્યો છે. ઓપરેશન સિંદૂરની એર ડિફેન્સ કાર્યવાહીને આપણે એક સંદર્ભમાં સમજવાની જરુર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદીઓની ગતિવિધિઓના કેરેક્ટરમાં ફેરફાર થયો છે. તેઓ સેનાની સાથે નિર્દોશ લોકો ઉપર હુમલા કરી રહ્યાં છે. 2024માં શિવખોડી મંદિર તરફ જતા તીથયાત્રીઓ અને આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવ્યાં હતા.
તેમણે જણાવ્યું હતું, પહેલગામ હુમલા સુધી તેમના પાપનો ઘડો ભરાઈ ચુક્યો છે કેમ કે, આતંકવાદીઓ પર આપણા સચોટ હુમલા એલઓસી અને આઈબીને પાર કર્યાં વિના કરવામાં આવ્યો હતો. અમને આશંકા હતી કે પાકિસ્તાનનો હુમલો સરહદ પારથી પણ થશે, તેથી અમે હવાઈ સંરક્ષણ માટે તૈયારીઓ કરી લીધી હતી. જ્યારે પાકિસ્તાન વાયુસેનાએ 9-10 મેના રોજ અમારા હવાઈ ક્ષેત્રો અને લોજિસ્ટિક સ્થાપનો પર હુમલો કર્યો, ત્યારે તેઓ આ મજબૂત હવાઈ સંરક્ષણ ગ્રીડ સામે નિષ્ફળ ગયા.